Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ થી વધુ આકર્ષક ફલોટસઃ ૫૪ જગ્યાએ ભગવાન શ્રીરામની ઝાંખી તેમજ પ્રસાદનું વિતરણ
જામનગર તા. ૨૩: જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ-સંગઠ્ઠનો-મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરી હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતી રામનવમીના મહા ઉત્સવ પ્રસંગે વિશાળ રામસવારીનું આયોજન કરવામાં આવી રહૃાું છે. ઉપરોકત રામસવારી ૪૪ વર્ષ પૂર્ણ કરીને પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશી છે. આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ૧૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરીને ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામ સવારી તા. ૨૬.૦૩.૨૦૨૬ ને ગુરુવારના દિવસે સાંજે સાડા ચાર વાગ્યે તળાવની પાળ બાલાહનુમાનજીના મંદિરેથી પ્રારંભ થશે. આ શોભાયાત્રાના માર્ગ પર કુલ ૫૪ જેટલા સ્થળોએ રામસવારીનું સ્વાગત કરવામાં આવશે, સાથોસાથ પ્રસાદ અને સરબતનું વિતરણ કરવામાં આવશે.
આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામ - લક્ષ્મણ - જાનકીની મુખ્ય પાલખી સાથેનો સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે અને સમગ્ર ફલોટ્સને ભગવા વસ્ત્રો થી તેમજ ભગવા રંગથી શુશોભીત કરાશે અને ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો છે. સાથો સાથ ડી.જે. સીસ્ટમ - પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, શિવ સેના, હિન્દૂ સેના, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર),વિરાટ બજરંગ દળ, રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, ભોયરાજ યુવા સંઘ અને સમસ્ત ભોયસમાજ, રાધે સ્કેટિંગ ગ્રૂપ, સહિતના ૧૮ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ તૈયાર કરવામાં આવી રહૃાા છે.
આ ઉપરાંત રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા - સરબત - છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવી રહૃાા છે. જેમાં બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત, ચૈતન્ય વાસણ ભંડાર, - તળાવની પાળે , યુથ કોંગ્રેસ જામનગર - તળાવની પાળે , મોબાઇલ ઝોન (ધવલભાઈ નંદા), જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, હવાઇ ચોક મિત્ર મંડળ, જલસા ગ્રુપ જામનગર હવાઇ ચોક, હાલારી ભાનુશાળી જ્ઞાતિ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વિજય સોડા સામે, સતી માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસિએશન, શકિત યુવક મંડળ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, શ્રી હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શિવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, ઓમ યુવક મંડળ- માંડવી ટાવર, પતંગીયા ફળી મિત્ર મંડળ, બર્ધન ચોક ગ્રુપ (નિરવભાઇ), બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય -કંસારા મંડળ, સુખરામદાસ ગ્રુપ, સીંધી માર્કેટ વેપારી એસોસિએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુ શેરી ગ્રુપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો.(મુન્નાભાઈ નાગોરી), સાંઈનાથ સિઝન સ્ટોર મોટી પોસ્ટ ઓફિસ , ગણેશ મરાઠા મંડળ, - ચાંદી બજાર, જામનગર શહેર ભાજપ પરિવાર (ચાંદીબજાર), શિવ શકિત હોટલ ગ્રુપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), કોમી એકતા ગ્રુપ(અલુ પટેલ), પંકજ સોઢા ફાઉન્ડેશન, દિપક ટોકીઝ રિક્ષા એસો., પંજાબ બેંક રિક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબી મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી દ્વારા સ્વાગત, સમસ્ત કડિયા સમાજ જામનગર, બનાસ અલ્પાહર (મિતેશભાઈ-નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશ્યલ ગ્રુપ પંચેશ્વર ટાવર, ઓમ કાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, રામજી મંદિર લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં - સરબત - પ્રસાદનું વિતરણ કરાશે તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવશે.
આ વર્ષે યોજાનારી પિસ્તાલીસમી રામ સવારીને તળાવની પાળ બાલા હનુમાનજીના મંદિરે સાંજે સાડા ચાર વાગ્યે જામનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામીશ્રી ચતુર્ભૂજદાસજી મહારાજ, ઉપરાંત બાલા હનુમાનજી મંદિરના પૂજારી તેમજ બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા પાલખીનું પૂજન કરીને પ્રસ્થાન કરાવાશે. આ સમયે શહેરના તમામ ધાર્મિક સંસ્થાના વડા, દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ શહેરના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પાલખીનું પૂજન કરીને રામ સવારીનો પ્રારંભ કરાવાશે.
જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો હવાઇ ચોક, સેતાવડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રિના ૧૨.૩૦ વાગ્યે પૂર્ણ થશે અને ત્યાં શ્રી લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પાલખીના દર્શનનો લાભ લેવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવહર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)એ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial