Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્ર, તમિલનાડુ, પ.બંગાળ, બિહાર, આસામ, ઓડિશા, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણા, હિમાચલ પ્રદેશમાં હલચલ તેજ
નવી દિલ્હી તા. ૧૮: દેશના ૧૦ રાજ્યોની ૩૭ બેઠકો પર રાજયસભા ચૂંટણીની જાહેરાત થઈ છે. જેનું ૧૬ માર્ચે વોટિંગ થશે.
ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણી એવા સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોજાઈ રહી છે, જેમનો કાર્યકાળ એપ્રિલ ૨૦૨૬માં પૂર્ણ થઈ રહૃાો છે. આ વખતે કુલ ૧૦ રાજ્યોની ૩૭ બેઠકો પર જંગ જામશે, જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ જેવા મહત્ત્વના રાજ્યોનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના આ ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્રો ભરવા, ફોર્મની ચકાસણી અને નામ ખેંચવાની પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ તમામ બેઠકો માટે ૧૬ માર્ચ, ૨૦૨૬ના સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. વિશેષ વાત એ છે કે, મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે એટલે કે ૧૬ માર્ચે જ મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરી દેવામાં આવશે.
આ ચૂંટણી ઓડિશા, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની બેઠકો માટે પણ યોજાવાની છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે અને પોતપોતાના મજબૂત ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. રાજ્યસભાના ગણિતને જોતા આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં રાજકીય હલચલ અને બેઠકોનો દોર વધવાની પૂરેપૂરી શક્યતા છે.
માર્ચની મધ્યે સત્તાવાર જાહેરાત થઈ શકે
એપ્રિલમાં ચાર રાજ્યો તથા પુંડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે જાહેર
નવી દિલ્હી તા. ૧૮: દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં આગામી એપ્રિલ માસમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. પશ્ચિમ મંગાળ, આસામ, તમિળનાડુ તથા કેરળ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી આ ચૂંટણીઓ માટે માર્ચ મહિનાના મધ્યભાગમાં કાર્યક્રમ જાહેર કરાશે તેમ સત્તાવાર સૂત્રો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial