Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના નેસડામાં હાઈસ્કૂલને મળી મંજૂરી

વર્ષોની લાંબી પ્રતીક્ષા અને અથાગ મહેનત પછી

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૪: જોડિયાના નેસડા ગામ માટે ઐતિહાસિક શૈક્ષણિક ક્રાંતિ આવી હોય તેમ વર્ષોની લાંબા પ્રતીક્ષા અને અથાગ મહેનત બાદ આખરે માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની રજૂઆતો અને સ્થાનિકોની સતત મહેનત બાદ આખરે રાજ્ય સરકાર દ્વારા નેસડા ગામમાં માધ્યમિક શાળાને મંજૂરી આપી દેવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે મંજૂર કરવામાં આવેલી ઇસ્જીછ (રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન) શાળાઓની યાદીમાં નેસડા પ્રાથમિક શાળાનો સમાવેશ થતા હવે આ વિસ્તારના બાળકોને પોતાના જ ગામમાં માધ્યમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે. આગામી જૂન-૨૦૨૬થી શાળામાં ધોરણ ૯ અને ૧૦ ના વર્ગો વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવશે, જેનો સીધો લાભ નેસડા સહિત આસપાસના ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને મળશે.  અત્યાર સુધી માધ્યમિક શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અન્ય મોટા ગામો કે શહેરો સુધી લાંબુ અંતર કાપવું પડતું હતું, જેના કારણે ખાસ કરીને દીકરીઓના અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી, જે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવ્યો છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ નેસડા ગામના સરપંચ રાજુભાઈ મકવાણાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા સરકાર અને શિક્ષણ વિભાગને હ્ય્દયપૂર્વક બિરદાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, *આ માધ્યમિક શાળા ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.* આ સફળતા બદલ ગામના આચાર્ય, શિક્ષકો અને સમગ્ર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે અને સૌએ એકબીજાને અભિનંદન પાઠવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh