Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરે પેટ્રોલિયમ કંપનીઓ-ડીલરો સાથે બેઠક યોજી કરી સમીક્ષા
જામનગર તા. ૧૩: જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ અને ડીલરો સાથે બેઠક યોજી પેટ્રોલ-ડીઝલના જથ્થાની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. એ દરમિયાન ઈંધણની અછત અંગે અફવા ફેલાનાર તત્ત્વો સામે કડક પોલીસ કાર્યવાહી હાથ ધરાશે તેવી ચેતવણી પણ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આપી હતી.
જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા સમાચારો બાબતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે મહત્ત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સમગ્ર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે જિલ્લાના પેટ્રોલિયમ પેદાશના ડીલરો, પેટ્રોલ પંપના માલિકો તેમજ પેટ્રોલિયમ કંપનીઓ સાથે ખાસ બેઠક યોજી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. તા. ૧૧-૩-ર૦ર૬ ની સ્થિતિએ જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણને પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી પ્રેરાવું નહીં તેમજ કોઈપણ પ્રકારની પેનિક સિચ્યુએશનમાં ન આવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.
વિશેષમાં અમુક પેટ્રોલ પંપ પર સ્થાનિક પરિસ્થિતિને કારણે હાલ ઈંધણનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની તાત્કાલિક આપૂર્તિ કરવા માટે પણ તમામ પેટ્રોલિયમ કંપનીઓને તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા આ પ્રકારની પાયાવિહોણી અફવા ફેલાવનાર શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે પોલીસ તંત્રને પણ જરૂરી આદેશો આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial