Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૫: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા કાર્યવાહી થઈ હતી તથા સમગ્ર રાજ્યમાં ખાલી દ્વારકા જિલ્લામાં જ ૧૨૦૦ કરોડ રૂપિયાની મગફળી સહિત રાજ્યમાં અબજો રૂપિયાની ટેકાના ભાવે મગફળી ખેડૂતોએ વેચેલ જેના પૈસા ના અપાતા ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા કૃષિ મંત્રીને લેખીત જાણ કરીને સાત દિવસમાં જો પૈસા નહીં મળે તો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આંદોલનની ચેતવણી આપી છે.
તેમણે જણાવેલ કે કૃષિ મંત્રી દ્વારા સાત દિવસમાં ટેકાના ભાવની મગફળીનું પેમેન્ટ ચૂકવાઈ જશે તેમ જણાવેલ પણ દોઢ-બે માસથી કંઈ અપાયું નથી. વેરહાઉસની રસીદો અપલોડ થઈ નથી જેવા બહાના કાઢીને ખેડૂતોને ચૂકવણી ના થયાનું જણાવેલ છે. રસીદો અપલોડ કરવી તે કામ ખેડૂતોનું નહીં સરકારનું છે. ટેકા કેન્દ્રવાળા કામ કરે કે વેર હાઉસવાળા ખેડૂતોને તેનું કંઈ મતલબ નથી તાકીદે પૈસા આપવાની માંગ કરીને જો અઠવાડીયામાં નહીં ચુકવાઈ તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. સરકારની કામગીરી સરકસ જેવી હોવાનો પણ કિસાન કોંગ્રેસ દ્વારા કટાક્ષ પણ કરવામાં આવેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial