Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હીયરીંગમાં હાજર નહીં રહેતા અન્યાય

ઈજાફો રોકવા સામે ટ્રિબ્યુનલમાં જનાર શિક્ષકની રાવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકનો શાળાના શિક્ષક સામેના કેસના હીયરીંગમાં શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહેતા નથી તેવી ફરિયાદ શિક્ષક દ્વારા કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક શૈલેષભાઈ ટી. સીમરિયાએ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષને પત્ર પાઠવી રજૂઆત કરી છે. પોતાને ઈજાફો અટકાવવાની સજા કરી છે તે અન્યાય છે. આ શિક્ષા રદ્ કરવાની શિક્ષકે માગણી કરી છે જે અંગે ટ્રિબ્યુનલમાં હીયરીંગ કરવાનું રહે છે.

પરંતુ તેના સભ્ય એવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી હીયરીંગમાં ઉપસ્થિત રહેતા નથી. તેમની ગેરહાજરીના કારણે હીયરીંગ થઈ શકતું નથી. પરિણામે શિક્ષક ન્યાયથી વંચિત રહ્યા છે. આ અંગે પોતાને ઝડપથી ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh