Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દરવાજાથી ચાંદી બજાર સુધી વિશાળ વિહાર યાત્રા
જામનગર તા. ૧૨: જશ - ઝવેર પરિવારના શાશન ચંદ્રિકા પરમ પૂજ્ય હીરબાઈ સ્વામીના સુશિષ્ય પરમ પૂજ્ય જ્યોતિબાઈ સ્વામી- પરમ પૂજ્ય સ્મિતાબાઈ સ્વામી - પરમ પૂજ્ય ઉષાબાઈ સ્વામી પરમ પૂજ્ય જશુબાઈ સ્વામી આદિ થાણા ૪ ગુલાબનગર નગરથી વિહાર કરી સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજાર જેએમવી. શાહ ઉપાશ્રય (વરિયા ડેલો) પધાર્યા છે .
પરમ પૂજ્ય કુંદનબાઈ સ્વામી તેમજ ભાઈ - બહેનો વિશાળ સંખ્યામા વિહાર યાત્રામાં ત્રણ દરવાજાથી ચાંદીબજાર સુધી જોડાયેલ હતા. પરમ પૂજ્ય કુંદનબાઈ સ્વામી એ પરિવાર ના ૪ ગુરુણી સ્વામીને આવકાર્યા હતા. હતા અને ૨૦૧૭. પછી ૯ વરસે ગુરુણી જામનગર પધાર્યા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
પરમ પૂજ્ય તપસ્વી રત્ન મધુર વ્યાખ્યાની પરમ પૂજ્ય સ્મિતાબાઈ સ્વામી એ જણાવેલ કે ઝવેરી પરિવાર નું સ્થાન અને અહી ગુરુણીઓ અમારા માટે ચાર્જિંગ સ્ટેશન છે. અજયભાઈ શેઠ, રોહિતભાઈ મહેતા અને ઘણાં જામનગર સંઘ વતી વિનંતી કરતા હતા પરંતુ ૪ થાણા અને ઉમરને કારણે નીકળી શક્તા ના હતા. આ વખતે ગુરુણી જ્યોતિબાઈ સ્વામી એ જણાવેલ કે જવુ છે સાથે. ૬ દિવસ પહેલા રાજકોટથી નીકળી જામનગર ગુરુણી ઓ દ્વારા ધર્મ આરાધના કરેલ. ઉપાશ્રયમાં આવ્યા તેનો આનંદ છે.
સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજારના ટ્રસ્ટી અજય શેઠ દ્વારા જણાવેલ કે અમારા સંઘ વતી અવારનવાર વિનંતી કરેલ તેનો આજે સ્વીકાર કરીને જામનગર પધાર્યા તે માટે પરમ પૂજ્ય સ્વામીઓને આવકાર્યા હતા.અને વિહાર સુખસાતા પૂછી અનુકૂળતા મુજબ ચાંદીબજાર સંઘમાં મુકેશભાઇ જયસુખલાલ શાહ અને પરમ પૂજ્ય હર્ષાબાઈ સ્વામી ની ૩ જી માસિક તિથિ નિમિતે ૯ દિવસ તપ ઉત્સવ માટે ઉત્સાહ ભર્યા મધુર વ્યાખ્યાની બેન સ્વામી સ્મિતાબાઈના વ્યાખ્યાન જામનગરના શ્રાવકો-શ્રાવિકાજીને મળે તેવી વિનંતી કરી આભાર વ્યક્ત કર્યો હતો. ચાંદીબજાર સંઘ, સંઘમાતા પરિવાર દિપ્તીબેન રોહિતભાઈ મહેતા, યોગીભાઈ વારિયા, પરમ પૂજ્ય જશુબાઈ સ્વામીના સંસારી પરિવાર કંચનબેન મહેંદ્રભાઈ વારિયા પરિવાર, પરમ પૂજ્ય ઉષાબાઈ સ્વામીના સંસારી ભાઈ અને ચાંદીબજાર સંઘના ટ્રસ્ટી નથી. સેવા આપનાર વસંતભાઈ મહેતા પરિવાર - બાબુલાલ મહેતા પરિવાર વગેરે તરફથી પ્રભાવના લાભ લીધેલ તેઓનો તેમજ ઉપસ્થિત સરવેનો ચાંદીબજાર સંઘ વતી ટ્રસ્ટી અજય આર. શેઠ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial