Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીમાં રૂ।. ૧૪,૬૦૦, સોનામાં રૂ।. ર૬૭પ તૂટ્યા

વૈશ્વિક માર્કેટ તથા નફાખોરીના કારણે મનધડક વધઘટ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૬: ચાંદીની કિંમતોમાં પાંચ ટકાનું ગાબડું પડ્યું છે, અને એક જ દિવસમાં રૂ।. ૧૪,૬૦૦ થી વધુનો કડાકો બોલ્યો છે. સોનું પણ તૂટ્યું છે.

આજે વાયદાબજાર ખૂલતાની સાથે જ સોના અને ચાંદીના બજારમાં મનધડક વધઘટનો સિલસિલો યથાવત્ છે. ફેબ્રુઆરી ર૦ર૬ ના પ્રથમ સપ્તાહમાં જ રોકાણકારોએ ભાવમાં ભારે વલોણું જોયું છે. ૬ ફેબ્રુઆરી ર૦ર૬ ના બજાર ખૂલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવ પણ એક તબક્કે નીચે ઉતરીને ફરી રિકવર થયા છે. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને નફાખોરીને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ચાંદીના ભાવમાં પ્રારંભિક સત્રમાં જ અંદાજે પાંચ ટકા (રૂ।. ૧૪,૬ર૮) નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોનાના ભાવમાં પણ શરૂઆતમાં રૂ।. ર,૬૭પ નો મોટો ઘટાડો નોંધાયો હતો, જો કે નીચલા સ્તરેથી ખરીદી આવતા સોનામાં આંશિક રિકવરી જોવા મળી છે. જો ચાંદીના જુના બંધ ભાવની વાત કરીએ તો એમસીએક્સ પર રૂ।. ર,૪૧,૮૧પ પર પહોંચી ગયો હતો, જ્યારે આજે નવો ભાવ ખૂલતાની સાથે રૂ।. ર,૧૪,૦૬૩ ને સ્પર્શ્યો હતો, જો કે થોડીક જ વારમાં આ કડાકો વધીને ર,ર૯,૧૮૭ પર પહોંચી ગયો હતો, જેના પગલે આજનો ચાંદીનો કુલ કડાકો પાંચ ટકા જેટલો થઈ ગયો હતો, જે ૧૪,૬ર૮ જેટલો થાય છે.

સોનાની વાત કરીએ તો સોનું ૧,પર,૦૭૧ ના જુના બંધ ભાવથી આજે કડાકા સાથે જ ૧,૪૦,૩૯૬ પર ખૂલ્યું હતું, જેના લીધે આજે સોનામાં ર૦૭પ નો કડાકો બોલાઈ ગયો હતો, જેના પછી સોનામાં રિકવરી આવતા તે ૧,પ૦,૭૦૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો અને કડાકો ઘટીને ૧૩૭૧ પર આવી ગયો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકન ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને પશ્ચિમી દેશોમાં વ્યાજદરો અંગેની અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ચીનના બજારમાં ચાંદીના ભાવમાં આવેલા ૧પ ટકાના કડાકાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે, જેના કારણે અહીં પણ પેનિક સેલિંગ જોવા મળ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ચાંદીના ભાવ તાજેતરમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતાં, જ્યાંથી અત્યાર સુધીમાં તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનામાં થયેલી રિકવરી એ બાબતનો સંકેત છે કે રોકાણકારો નીચા ભાવે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે, જો કે આગામી દિવસોમાં વધઘટ યથાવત્ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh