Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતનું રૂ।. ર૪ર લાખની પુરાંત દર્શાવતું વર્ષ ર૦ર૬-ર૭ નું બજેટ મંજુર

અંદાજે ૯પપ લાખથી વધુની આવક સામે રૂ।. ૭૧૩.પપ લાખનો ખર્ચ અંદાજાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ર૦ર૬-ર૭ નું પુરાતલક્ષી અંદાજપત્ર મંજુર થયું છે. અંદાજિત આવક ૯પપ.પ૮ લાખની સામે અંદાજિત ખર્ચ રૂ।. ૭૧૩.પપ લાખ અને વર્ષના અંતે અંદાજિત પુરાંત રૂ।. ર૪ર.૦૩ લાખનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

જામનગર જિલ્લા પંચાયતની આજરોજ યોજાયેલી અંદાજપત્ર બેઠકમાં વર્ષ ર૦ર૬-ર૭ નું રૂ।. ર૪ર.૦૩ લાખની અંદાજિત પુરાંત દર્શાવતું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું.

અંદાજપત્રની વિગતોમાં જણાવ્યા પ્રમાણે ખુલતી સિલક રૂ।. ૩ર૭.પ૬ લાખ અને વર્ષ ર૦ર૬-ર૭ ની સૂચિત અંદાજિત આવક રૂ।. ૬ર૮.૦ર લાખ મળી કુલ અંદાજિત આવક રૂ।. ૯પપ.પ૮ લાખની સામે અંદાજિત ખર્ચ રૂ।. ૭૧૩.પપ લાખ દર્શાવાયો છે, જેથી વર્ષાન્તે અંદાજે રૂ।. ર૪ર.૦૩ લાખની પુરાંત રહેશે.

સને ર૦ર૬-ર૭ ના સ્વભંડોળ સદરમાં મુખ્યત્વે કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જિલ્લા પંચાયતના સિંચાઈ ક્ષેત્રે હયાત ચેક ડેમની મરામત/નવા ચેકડેમ બાંધવા માટે રૂ।. ૧૦ લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્ર માટે શાળાઓના નવીનિકરણ રૂ।. પ૦ લાખની જોગવાઈ અને પોષણ આહાર ક્ષેત્રે અતિ કુપોષિત બાળકોના પોષણ સ્તરના સુધારા હેતુસર પુરક પોષક આહાર તથા દવા માટે રૂ।. ૪ લાખની જોગવાઈ, આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય સ્વસ્થમાં અને શિશુ યોજના અંતર્ગત રૂ।. રૂ।. ૧પ લાખની જોગવાઈ, પશુપાલન ક્ષેત્રે પશુ ચિકિત્સા અને રોગચાળા નિવારણ માટે રૂ।. ૧ લાખની, સમાજ કલ્યાણ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિસ્તારમાં વિકાસના કાર્યો માટે કુલ રૂ।. ૭૦ લાખની જોગવાઈ કરેલ છે. કુદરતી આફત સમયે અણધાર્યા આકસ્મિક ખર્ચ તેમજ અછતના સમયમાં સહાય ચૂકવવા માટે રૂ।. પ લાખની જોગવાઈ તેમજ અછતના સમયમાં સહાય ચૂકવવા માટે રૂ।. પ લાખની જોગવાઈ, જિલ્લા પંચાયતના વિસ્તારના રસ્તાઓના મરામત માટે રૂ।. પ લાખની જોગવાઈ તથા વિકાસના કામો માટે રૂ।. ર૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

આ અંદાજપત્ર બેઠકમાં પ્રમુખ મેયબેન ગરસર, ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા ખાસ હાજર રહ્યા હતાં અને ચર્ચામાં ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh