Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુ.એસ., યુ.કે., નોર્વે, ફ્રાન્સ સહિત
નવી દિલ્હી તા. ૧૦: એપ્સટિન ફાઈલ્સમાં સંડોવણી થતા યુ.એસ., યુકે, નોર્વેથી ફ્રાન્સ સહિત વિશ્વભરમાં અસંખ્ય મોટા માથાઓના રાજીનામા પડ્યા છે. એપ્સટિન ફાઈલ્સ ખુલાસાથી વિશ્વભરમાં ખળભાળટ મચી ગયો છે. યુકે અને નોર્વેમાં અનેક હસ્તીઓએ રાજીનામા આપ્યા છે. તપાસ ૮૦ દેશોમાં વિસ્તરી છે, જેમાં વધુ રાજીનામા શક્ય છે. આ ફાઈલોમાં નાણાકીય વ્યવહારો અને વ્યક્તિગત ક્રિયા-પ્રતિક્રિયાઓ વિશેની માહિતી છે, જેના કારણે અસંખ્ય રાજીનામા પડ્યા છે.
કુખ્યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્સટિન સંબંધિત દસ્તાવેજો બહાર આવતા રહે છે, તેમ-તેમ વિશ્વભરમાં હલચલ વધુ તીવ્ર બની છે. આ ખુલાસાઓમાં નાણાકીય વ્યવહારો, સામાજિક સંપર્કો અને વ્યક્તિગત ક્રિયા-પ્રતિક્રિયાઓ વિશેની માહિતી સામેલ છે. હજારો ઈમેઈલ્સ, ફોટા અને વિડીયોઝ એપ્સટિન અને તેની સાથે સંકળાયેલા લોકોના કાળા કાર્યોને ઉજાગર કરી રહ્યાં છે. આ જ કારણ છે કે, વિશ્વભરના ઘણાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ દબાણ હેઠળ રાજીનામા આપી રહ્યાં છે.
તાજેતરમાં બ્રિટન અને નોર્વેમાં ઘણી અગ્રણી વ્યક્તિઓએ રાજીનામા આપ્યા છે. આ ખૂલાસા બાદ, બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ, મોર્ગન મેકસ્વીનીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. મોર્ગન પર દબાણ વધ્યું હોવાનું કારણ કે તેમણે પીટર મેન્ડેલસનને યુનાઈટેડ સ્ટેટ્સમાં બ્રિટિશ રાજદૂત તરીકે નિયુક્ત કરવાની સલાહ આપી હતી.
મોર્ગને હવે સ્વીકાર્યુ છે કે, તેમની સલાહ ખોટી હતી અને તેની જવાબદારી લેતા તેમણે રાજીનામું આપ્યું છે. આ શ્રેણીમાં, નોર્વેના ઘણાં અગ્રણી નેતાઓએ પણ રાજીનામું આપ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ રાજદ્વારી મોના જુલ પણ એપ્સટિન સાથેના તેમના સંબંધોને કારણે ટૂંક સમયમાં પદ છોડશે. ૬૬ વર્ષિય મોના અગાઉ નોર્વે સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂકી છે. તેમજ ઈઝરાયલ, બ્રિટન અને યુએસએમાં નોર્વેના રાજદૂત તરીકે સેવા આપી ચૂકી છે.
ફેબ્રુઆરી-ર૦ર૬ માં, બ્રેડ કાર્પે એક મોટી કાયદાકીય પેઢીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું કારણ કે એપ્સટિન સાથેના તેમના ઈમેઈલ સંપર્કો ખૂલ્લા પડ્યા હતાં. અગાઉ નવેમ્બર-ર૦રપ માં લેરી સમર્સે બોર્ડ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સ્વીકાર્યુ હતું કે, એપ્સટિન સાથેનો તેમનો સંબંધ ભૂલ હતો. ડિસેમ્બર-ર૦રપ માં, એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોન્ઝિનોએ પણ વિવાદ વચ્ચે રાજીનામું આપ્યું હતું. જો કે, તેમના કેસમાં કોઈ સીધો સંબંધ સાબિત થયો ન હતો, ફાઈલોની આસપાસના વિવાદે તેમના પર દબાણ વધાર્યુ હતું. એપ્સટિન ફાઈલ્સની અસર યુરોપમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.
ભૂપપૂર્વ ફ્રેન્ચ મંત્રી જેક લેંગે એક સાંસ્કૃતિક સંસ્થાના વડા તરીકે રાજીનામું આપ્યું. સ્લોવાકિયામાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મીરોસ્લાવ લાજકાકે ઈમેઈલ વિવાદ બાદ રાજીનામું આપ્યું. સ્વીડનમાં, એપ્સટિનના ખાનગી ટાપુ સંબંધિત આરોપો સામે આવ્યા પછી એક અધિકારીએ રાજીનામું આપ્યું.
નોંધપાત્ર રીતે, આ રાજીનામા દોષિત ઠેરવવાને કારણે નહોતા, પરંતુ ફક્ત જોડાણોના ખૂલાસાથી પેદા થયેલા વિવાદ અને જાહેર દબાણને કારણે હતા. ઘણાં લોકોએ તેમની સંસ્થાઓની પ્રતિષ્ઠાને બચાવવા માટે પદ છોડવાનું યોગ્ય માન્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial