Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રમતવીરોએે અગિયાર મેડલ જીત્યાઃ
જામનગર તા. ૬: અજમેરમાં સાતમી નેશનલ માસ્ટર એથ્લેટીક્સ ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશીપમાં હાલાર માસ્ટર ખેલકૂદ મંડળના સાત ભાઈઓ અને ૬ બહેનોએ ભાગ લીધો હતો.
જેમાં ૩૦ થી ૭૦ વર્ષની વય જૂથની ૧૫૦૦ મીટર અને ૫૦૦૦ મીટર દોડમાં પ્રેમીલાબેન ચૌહાણે ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ દસ હજાર મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
વર્ષાબેન ત્રિવેદીએ ચક્રફેંક સ્પર્ધામાં ગોલ્ડ અને હથોડા ફેંકમાં સિલ્વર, બરછી ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દિપાલીબેન પંડ્યાએ ૨૦૦ મીટર દોડમાં સિલ્વર, ૩૦ મીટર વિઘ્ન દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહિપતસિંહ ઝાલાએ બરછી ફેંકમાં સિલ્વર, હથોડા ફેંકમાં સિલ્વર, હિતેશ શેઠીયાએ બરછી ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આમ જામનગરના માસ્ટર રમતવીરોએ ૧૧ મેડલ જીતી જામનગરનું ગૌરવ વધાર્યું છે.
આ સાથે મહિલા વિભાગમાં આરતીબેન બદાણી, પ્રજ્ઞાબેન મહેતા, મનિષાબેન અને પુરૂષ વિભાગમાં કે.સી. મહેતા, જયપાલસિંહ જાડેજા, નીતિન મહેતા, આશિષ વસાણી અને હાર્દિક જોશીના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સર્ટિફીકેટ અને મેડલથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. હાલાર માસ્ટર ખેલકૂદ મંડળ જામનગરના પ્રમુખ અને રીટાયર્ડ ડીવાયએસપી કે.એસ. સવાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્તરે જામનગરે આ અનેરી સિદ્ધિ મેળવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial