Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોના શ્રાવણી મેળાનો વિવાદ ઘેરોઃ
જામનગર તા. ૨૪ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા યોજવામાં આવેલા શ્રાવણી લોકમેળામાં રૃા.૪૧ લાખની ગોબાચારી થઈ હોવાની વિગતો વિરોધપક્ષે જાહેર કર્યા પછી મેળાના ધંધાર્થીએ ગઈકાલે ઝેરના પારખા કરતા દોડધામ મચી છે.
જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ જામ્યુકો દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરાયું હતું. તેમાં રૃા.૪૧ લાખની રકમની ઘાલમેલ થયાની ચર્ચા વચ્ચે વિરોધ પક્ષે આધાર પુરાવા સાથે ઘટસ્ફોટ કરતા દોડધામ મચી ગઈ છે.
એક આસામીએ ટેન્ડરની શરત મુજબ રકમ જમા ન કરાવી હોવા છતાં, ડિમાન્ડ ડ્રાફટ જમા કરાવ્યો ન હોવા છતાં પ્લોટ ફાળવી દઈ રૃા.૪૧ લાખની ગોબાચારી કરી લેવાયાનું બહાર આવતા જામ્યુકોના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિતના આગેવાનોએ રૃા.૧ કરોડ ૬૬ લાખ જમા થયા પછી બાકીના રૃા.૪૧ લાખ ક્યા ગયા તે મુદ્દો ઉઠાવતા તેના ઘેરા પડઘા પડ્યા છે.
તે દરમિયાન જામનગરના રહેવાસી અને મેળાના ધંધાર્થી નિલેશ દેવજીભાઈ મંગે નામના યુવાને ગઈકાલે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પદાધિકારીઓ સહિતના વ્યક્તિઓની આ પ્રકરણમાં સંડોવણી હોવાના ફણગા ફૂટ્યા પછી આ કથિત ગોટાળાના કારણે આ યુવાને ઝેરના પારખા કર્યા છે કે કેમ? તે બાબત આ યુવાન ભાનમાં આવે તે પછી પ્રકાશમાં આવવા પામશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial