Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જળસીમામાં ઘૂસી નાપાક મરીને ૮ માછીમાર સાથેની બોટનું કર્યું અપહરણ

બોટના માલિકના ભાઈએ પાઠવી અરજીઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૮: ઓખાના દરિયાકાંઠેથી ૧૨ દિવસ પહેલાં માછીમારી માટે રવાના થયેલી ૮ ખલાસી સાથેની બોટનું આઈએમબીએલ નજીક ભારતીય જળસીમામાં ઘૂસી પાકિસ્તાનની મરીન એજન્સીના સ્ટાફે અપહરણ કરી લીધુ છે. તે તમામ ૮ ખલાસીના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. બોટમાલિકના ભાઈએ આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે.

ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ બંદર પર રહેતા જયંતિભાઈ નાનજીભાઈ રાઠોડ નામના આસામીની નળનારાયણ નામની અને આઈએનડી જીજે-૩ર-એમએમ ૫૯૧ નંબરની માછીમારી બોટ વણાંકબારાના મિતેશ રામગી, શામજી વરજાંગ, ભરત દિલીપભાઈ સીકોતરીયા તેમજ જુનાગઢના વરસીંગપુરના મોહનભાઈ રાણાભાઈ બાંમણીયા, દીવના કરણ પ્રેમજીભાઈ બાંભણીયા, મહારાષ્ટ્રના થાણેના નાગદેવ બાલક્રિષ્ન, સુત્રાપાડાના તરૂણ સીદીભાઈ બારૈયા, માંડવડના નિલેશ રમેશભાઈ પંજરી નામના આઠ માછીમાર સાથે રવાના થઈ હતી.

તે બોટ જખૌના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે પહોંચ્યા પછી ગુરૂવારે બપોરે બેએક વાગ્યે ત્યાં ધસી આવેલી પાકિસ્તાનની મરીન એજન્સીની ટીમે આ બોટનું અપહરણ કરી લીધુ છે. ઉપરોક્ત બોટ ગઈ તા.રપના દિને રવાના થયા પછી બારમા દિવસે ત્યાં માછીમારી કરતી હતી.

આ બાબતની બોટના માલિક જયંતિભાઈના ભાઈ વિષ્ણુભાઈ નાનજીભાઈ રાઠોડે કોસ્ટગાર્ડ કચેરી-ઓખા, ઓખા મરીન પોલીસ સ્ટેશન તેમજ મત્સ્યદ્યોગ નિયામક-ઓખા તથા વેરાવળને લેખિતમાં જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh