Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કાયદો કચડાઈ ગયોઃ કચરા કલેકશન વેનમાં સંખ્યાબંધ લોકોની ગેરકાયદે મુસાફરી

જહાઁ કાનૂન 'કચરા' સમજા જાએ, વહાઁ જીને મેં ખતરા સમજા જાએઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં કચરા કલેકશન વેનમાં સંખ્યાબંધ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતાં. આ રીતે માલવાહક વાહનમાં માનવ પરીવહન અત્યંત જોખમી છે. આવા વાહનો તેમાં સવારી કરનારાઓ માટે ભયજનક હોવા ઉપરાંત રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ મોટું જોખમ બને છે. શહેરમાં પવનચક્કીથી ખંભાળીયા ગેઈટ તરફના માર્ગે આવી ગાડી દોડતી જોવા મળી હતી ત્યારે જાણે શહેરમાં ટ્રાફિકના કાયદાઓનો 'કચરો' થઈ ગયો હતો. ટુ-વ્હીલરમાં ટ્રીપલ સવારીના કેસ કરતી પોલીસને આ ગાડી નહીં દેખાતી હોય...?! આ ગાડીમાં પાછળની તરફ નંબર પ્લેટ પણ નથી...! દેખાવ પરથી આ ગાડી મનપાની કચરા કલેકશન વેન હોવાનું જણાઈ આવે છે, ત્યારે આ મુદ્દે તંત્રની પણ કોઈ જવાબદારી થાય કે નહીં...? પોલીસ દ્વારા 'નેત્રમ' નો ઉપયોગ કરી સીસીટીવી ફૂટેજ ચકાસી આ મુદ્દે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે. ફક્ત દંડાત્મક કાર્યવાહી નહીં, પરંતુ વાહન જપ્તી અને આ ગાડીના ડ્રાઈવર-કોન્ટ્રાક્ટર વિગેરે જવાબદારો પાસે માફી સંદેશવાળો વિડીયો પણ બનાવી જનતા માટે સંદેશ મૂકાવવો જોઈએ. કોર્પોરેશનમાં સંબંધિત વિભાગના અધિકારી વિરૂદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ગાડીઓ રસ્તા પર દૃશ્યમાન ન થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh