Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ગજણા પાસે બાઈકને મોટરની ટક્કરઃ વિદ્યાર્થી ઘવાયો

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયોઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૯: લાલપુરના મચ્છુબેરાજા ગામના એક વિદ્યાર્થીને ત્રણ સપ્તાહ પૂર્વે મોટરસાયકલ સાથે ગજણા ગામની સીમમાં એક મોટરે હડફેટે લીધા હતા. પગમાં ગંભીર ઈજા પામેલા આ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ મોટરચાલક સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામમાં રહેતા કેયુરભાઈ રમેશભાઈ રાઠોડ નામના ૧૯ વર્ષના વિદ્યાર્થી ગઈ તા.૧૩ ફેબ્રુઆરીની સવારે પોતાના જીજે-૧૦-એએફ ૬૦૬૦ નંબરના મોટરસાયકલમાં લાલપુર તાલુકાના ગજણા ગામ તરફ જતા હતા.

તેઓ જ્યારે ગજણા ગામની ધાર પાસે પહોંચ્યા ત્યારે આ વિદ્યાર્થીને એક મોટરે ઠોકર મારી દીધી હતી. પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૦-ડીઈ ૩૨૯૬ નંબરની મોટરના ચાલકે કેયુરભાઈને હડફેટે લેતા રોડ પર પછડાયેલા કેયુરભાઈને જમણા પગમાં ગંભીર ઈજા થઈ છે. તેઓએ શનિવારે લાલપુર પોલીસમાં ૩૨૯૬ નંબરની મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh