Advertisement
Author: નોબત સમાચાર

મેઘપર પાસે મોપેડને મોટરની ટક્કર વાગ્યા પછી ચાલકનું સારવારમાં મૃત્યુ

ખંભાળિયામાં બાઈક પર જતાં મામા-ભાણેજ ઘવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામથી થોડે આગળ રવિવારે રાત્રે એક મોપેડને મોટરે ટક્કર મારતા ઘવાયેલા હર્ષદપુરના વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયામાં રવિવારે સાંજે બાઈક પર જતાં મામા-ભાણેજને મોટરે હડફેટે લેતા મામાને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના હર્ષદપુર ગામ પાસે હાપીવાડી વિસ્તારમાં રહેતા હીરાભાઈ રામજીભાઈ નકુમ (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ રવિવારે રાત્રે નવેક વાગ્યે જામ ખંભાળિયાથી જામનગર તરફના ધોરીમાર્ગ પર મેઘપર ગામથી થોડે દૂર બાપા સિતારામ હોટલ નજીકથી જીજે-૩૭-ડી ૭૦૫૬ નંબરના ટીવીએસ કંપનીના મોપેડ પર પસાર થતાં હતા.

કડિયાકામ કરતા આ પ્રૌઢ કામ પૂર્ણ કર્યા પછી હર્ષદપુર પરત જતા હતા ત્યારે તેઓને જીજે-૩૬-એઆર ૩૩૫૨ નંબરની મારૂતી સૂઝુકી કંપનીની મોટરે ટક્કર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા હીરાભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા હીરાભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર રાકેશભાઈ નકુમે મેઘપર પોલીસમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા તાલુકાના કોટા ગામના હુસેનભાઈ જુમાભાઈ ખીરા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ અને તેમના ભાણેજ રવિવારે સાંજે ખંભાળિયા શહેરમાં નગરનાકા પાસેથી જીજે-૧૦-બીએન ૮૬૦૬ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૩૭-જે ૬૩૪૯ નંબરની ટાટા કંપનીની મોટરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હુસેનભાઈને પગમાં ઘુંટી પાસે ફ્રેક્ચર થઈ ગયું છે. તેઓએ મોટરચાલક સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh