Advertisement
Author: નોબત સમાચાર

આરબીઆઈએ રેપોરેટ ૫.૫% યથાવત રાખતા વ્યાજદરો નહીં ઘટે : આશા ઠગારી નિવડી

ફુગાવાનો અંદાજ ઘટ્યો- વૃદ્ધિદરનું અનુમાન ૬.૮%

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧: આરબીઆઈની મોનિટરી પોલિસીની બેઠકમાં સર્વાનુમતે રેપોરેટ ૫.૫% યથાવત રહેતા તહેવારો ટાણે વ્યાજદરો ઘટશે, તેવી લોકોની આશા ઠગારી નિવડી છે. ફુગાવાનો અંદાજ નોંધપાત્ર રીતે ઘટાડાયો છે અને વૃદ્ધિ ૬.૮ ટકા થવાનું અનુમાન લગાવાયું છે.

આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહૃાો નથી અને તેને ૫.૫% પર યથાવત રાખવામાં આવી રહૃાા છે.

ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહૃાા હતા. જે ઠગારી જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી.

જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ ૫.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.

આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને ૬.૮% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બેન્કે એસડીએફ રેટ ૫.૨૫% અને એમએસએફ રેટ ૫.૭૫% પર યથાવત રાખ્યા હતા. તેમણે કહૃાું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત રાખવા અંગે સહમતિ આપી હતી.

આ પહેલા ફેબ્રુઆરીની બેઠકમાં આરબીઆઈએ વ્યાજદર ૬.૫ ટકાથી ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો. લગભગ પાંચ વર્ષ પછી મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ પ્રથમ દર ઘટાડો હતો. એપ્રિલની બેઠકમાં બીજો દર ઘટાડો ૦.૨૫ ટકા હતો. જૂનમાં ત્રીજો દર ઘટાડો ૦.૫૦ ટકા હતો. આનો અર્થ એ થયો કે નાણાકીય નીતિ સમિતિએ ત્રણ રાઉન્ડમાં વ્યાજદરમાં ૧ ટકા ઘટાડો કર્યો.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શકિતશાળી ટૂલ હોય છે. જયારે ફુગાવો ખૂબ ઊંચો હોય છે ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે.

જો પોલિસી રેટ વધારે હોય તો સેન્ટ્રલ બેંક તરફથી લોન બેંકો માટે વધુ મોંઘી બનશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન વધુ મોંઘી બનાવે છે. આનાથી અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઓછો થાય છે. જયારે નાણાનો પ્રવાહ ઓછો થાય છે ત્યારે માગ ઘટે છે, જેના કારણે ફુગાવામાં ઘટાડો થાય છે.

એવી જ રીતે જ્યારે અર્થતંત્ર મુશ્કેલ તબકકામાંથી પસાર થાય છે ત્યારે પુનઃ પ્રાપ્તિ માટે નાણાં પ્રવાહમાં વધારો જરૂરી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી કેન્દ્રીય બેંક તરફથી બેંકોને લોન સસ્તી મળે છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.

નાણાકીય નીતિ સમિતિમાં છ સભ્ય હોય છે, તેમાંથી ત્રણ આરબીઆઈના હોય છે, જયારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુકત કરવામાં આવે છે. બેઠક દર બે મહિને મળે છે.

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે નાણાકીય નીતિ સમિતિની બેઠકોનું સમયપત્રક બહાર પાડયું. આ નાણાકીય વર્ષમાં કુલ છ બેઠક યોજાશે. પહેલી બેઠક ૭-૯ એપ્રિલના યોજાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh