Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૬ જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ અગિયારસનું રાશિફળ

મેષ સાહિત બે રાશિના જાતકોને કામની પ્રસંશા થાય, વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે​

                                                                                                                                                                                         

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામની કદર-પ્રસંશા થવાથી આનંદ જણાય. સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી  રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘરની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. જમીન-મકાન અંગે  ચિંતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. વાણીની મીઠાશથી  કામ લેવું.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯

 

Cancer (કર્ક: ડ-હ)

રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. પ્રારંભિક પ્રતિકૂળતા બાદ કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સામાજિક કામમાં આપે સાવધાની રાખવી  જરૂરી છે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬

 

Libra (તુલા: ર-ત)

દિવસ પસાર થાય તેમ આપને રાહત જણાય. આપના કામમાં સાનુકૂળતા થતી જાય. પરદેશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેંચમાં સાનુકૂળતા  રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં મુશ્કેલી  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા  અનુભવાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh