Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે વૃદ્ધને બાઈકની ટક્કરઃ વાંકીયા પાસે અન્ય અકસ્માત

ગુલાબનગર નજીક મોટરે સર્જયો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે બુધવારે સાંજે રોડ ક્રોસ કરતા એક વૃદ્ધને બાઈકચાલકે ઠોકર મારી પછાડતા આ વૃદ્ધનો પગ ભાંગી ગયો છે. ગુલાબનગર પાસે ગયા સોમવારે સવારે એક વૃદ્ધને મોટરે હડફેટે લેતાં તેઓને ફ્રેક્ચર થઈ ગયું છે અને ગઈકાલે રાત્રે ધ્રોલના વાંકીયા પાસે થારની પાછળ ટેન્કર ટકરાઈ પડતા થારમાં નુકસાન થયું છે.

જામનગરના ગોકુલનગર નજીકના સરદારનગરની શેરી નં.૧૦માં રહેતા દેવાણંદભાઈ દેવાભાઈ નંદાણીયા નામના વૃદ્ધ બુધવારે સાંજે સાંઢીયા પુલ પાસે સમર્પણ પાર્ક નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે હીરો મોટરસાયકલ સાથે ફૂલસ્પીડમાં ધસી આવેલા નિલેશ વજશીભાઈ ગોજીયા નામના શખ્સે તેઓને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા દેવાણંદભાઈને પગમાં ફ્રેક્ચર તથા છોલછાલની ઈજા થઈ છે. તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુલાબનગર નજીક ત્રીજા ઢાળીયા પાસે વસવાટ કરતા આંબાલાલ ખાણધર નામના વૃદ્ધ ગયા સોમવારે સવારે પોતાના ઘરેથી દવા લેવા માટે નીકળ્યા ત્યારે ત્યાં આવેલી નવાનગર બેંકની સામેના રોડ પર જીજે-૩-એમએચ ૨૬૮૯ નંબરની મોટરે તેઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આંબાલાલને ડાબા પગમાં ફ્રેક્ચર થઈ જતા સારવારમાં ખસેડાયા છે. આ વૃદ્ધ પર ઓપરેશન કરવામાં આવ્યું છે. મોટરના ચાલક સામે તેમના પુત્ર રાજેશભાઈ ખાણધરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જોડિયા તાલુકાના વાવડી ગામના દિલીપભાઈ ગોવિંદભાઈ મકવાણા ગઈરાત્રે પોતાની થાર મોટર લઈને ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે રાજકોટના બેડીપરામાં રહેતા ટેન્કરચાલક રામજીભાઈ રૂકસારભાઈ દેત્રોજા પોતાનંુ જીજે-૩-સીયુ ૮૩૫૧ નંબરના ટેન્કર સાથે પુરપાટ ઝડપે ધસી આવ્યા હતા. તેઓએ પુરપાટ ઝડપે થારને ટક્કર મારતા મોટરમાં નુકસાન થયું છે. તેની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh