Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આજે કોલેરાના કોઈ નવા કેઈસ નોંધાયા નથીઃ કમિશ્નર

ધરારનગરમાં રોગચાળો ફેલાયા પછી ર૦ કેસ નોંધાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના બેડીના ધરારનગર વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નિકળ્યો છે. દરરોજ નવાનવા કેઈસો નોંધાઈ રહ્યાં છે. જો કે, હાલ સ્થિતિ કાબુમાં હોવાનું સત્તાવાર જણાવાઈ રહ્યું છે.

જામનગરના ધરારનગર વિસ્તારમાં કોલેરાનો રોગચાળો રાતોરાત વકર્યો હતો. ઝાડા-ઉલ્ટી અને પેટના દુઃખાવાની સારવાર માટે અસંખ્યા દર્દીઓ હોસ્પિટલમાં આવી પહોંચતા હોસ્પિટલમાં તાબડતોબ સારવાર શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ મહાનગરપાલિકાની વિવિધ વિભાગની ટીમોને ધરારનગર વિસ્તારમાં ઉતારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી સતત પોઝિટિવ કેઈસો નોંધાય રહ્યાં છે અને કુલ આંક ર૦ દર્દીનો થયો છે.

જો કે, મ્યુનિ.કમિશ્નર ડી.એન. મોદીના જણાવ્યા મુજબ આજે બપોરે ૧ર વાગ્યા સુધી કોઈ નવો કેઈસ નોંધાયો નથી અને સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. ગઈકાલની સ્થિતિએ રર દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ હતાં. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓની તબિયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh