Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈનચાર્યોની પધરામણી તથા ભવ્ય સામૈયુઃ
અર્ધ શેત્રુંજ્યનું બિરૂદ ધરાવતા જામનગરના પટેલ કોલોની શેરી નં. ૪ નંબર રોડ નં. ૧ માં નૂતન આરાધના ભવન મધ્યે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધના ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંજુલાબેન મનહરલાલ દોશી શ્રાવિકા ઉપાશ્રયના ઉદ્ઘાટન તથા પ્રથમવાર પર્દાપર્ણ - પ્રથમવાર ચાતુર્માસ પ્રસંગે જૈનાચાર્યો-ગુરૂ વગવંતોની પધરામણી, માંગલિક પ્રવચનો તથા ભવ્ય સામૈયા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. મન મંજુલ પરિવારના લતીપુરના અને હાલ બુરૂન્ડી (આફ્રિકા) ના વિરેનભાઈ મનહરલાલ દોશી દ્વારા ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ડી.કે.વી. સર્કલથી નૂતન આરાધના ભવન સુધી સામૈયુ નીકળ્યું હતું. આ ધર્મકાર્ય પ.પૂ.આ.દેવ આનંદસાગર સૂરીશ્વરજી મહારાજા, પ.પૂ.આ.દેવ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા, પ.પૂ.મહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજા, પ.પૂ.પંન્યાસ ગુરૂદેવ અભયસાગરજી મહારાજા, પ.પૂ. પંન્યાસ પ્રવર વજ્રસેનવિજયજી મહારાજા, પ.પૂ. આ દેવ નરદેવસાગર સુરીશ્વરજી મહારાજા, પ.પૂ. આરાધ્ય દેવ અશોકસાગર સુરીશ્વરજી મહારાજા, પ.પૂ. આરાધ્ય દેવ મતિચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજા, પ.પૂ. આદેવ મનમોહન સુરીશ્વરજી મહારાજા, પ.પૂ. આ. દેવ હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા સહિતના ગુરૂ ભગવંતોના શુભાશિષ પ્રાપ્ત થયા હતા. જૈન સમાજના લોકોના બહોળી સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial