Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં આરટીઓ દ્વારા ગેરકાયદે સફેદ એલઈડી લાઈટો ફીટ કરનારા સામે કડક કાર્યવાહી

દસ વાહનચાલકો દંડાયાઃ લાઈટો કાઢી નંખાઈ!

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: ગુજરાતમાં સફેદ એલ.ઈ.ડી. લાઈટો નાખીને નીકળતા વાહનચાલકો સામે તંત્ર દ્વારા પગલાં શરૂ કરાયા છે, ત્યારે ખંભાળિયા આર.ટી.ઓ. કચેરીના ઓફિસર અફજલ ભાડુલા તથા અન્ય ઈન્સ્પેક્ટરો દ્વારા હાઈવે પર ચેકીંગ કરીને ટ્રક-બસ જેવા વાહનો સહિત ૧૦ વાહનોને પકડીને સ્થળ પર જ આ ગેરકાયદેસર એલ.ઈ.ડી. લાઈટો કઢાવીને તેમને દંડ ફટકારીને એલ.ઈ.ડી. લાઈટથી થતા અકસ્માત તથા પરેશાની અંગે સમજ આપીને ભવિષ્યમાં પણ આવી લાઈટો ફીટીંગ ના કરવા માટે સમજ પણ આપવામાં આવી હતી.

સતત ચાલુ રહેશે ઝુંબેશ

અગાઉ પણ આર.ટી.ઓ. તથા પોલીસ ટ્રાફિક દ્વારા આવા ચેકીંગનો રાઉન્ડ કરાયો હતો તથા દંડ અને પગલાં લેવાયા હતાં. જે પછી આ બીજો રાઉન્ડ કરાયો હતો, તો આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ દંડ તથા લાઈટોનું ચેકીંગ પણ ચાલુ રાખવામાં આવશે. સફેદ લાઈટોનો ઉપયોગ ટ્રાવેલ્સના વાહનોમાં પણ મોટી સંખ્યામાં થતો હોય, તેમના સામે પણ પગલાં લેવા માગણી થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh