Advertisement
Author: નોબત સમાચાર

કોમલનગરમાં બેભાન હાલતમાં મળેલા યુવાનની ઓળખ આપો

પોલીસે સહયોગ આપવા અનુરોધ કર્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦:  જામનગરના કોમલનગર વિસ્તારમાંથી ગયા શુક્રવારે એક અજાણ્યા યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં સારવારમાં રહેલા આ યુવાનની ઓળખ આપવા પોલીસે અનુરોધ કર્યો છે.

જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં આવેલા કોમલનગર નજીક લીલાપીઠ પાસે ગયા શુક્રવારે એક અજાણ્યા યુવાન બેભાન જેવી હાલતમાં પડયા હોવાની કોઈએ પોલીસને જાણ કરતા આ યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમ્યાન આ યુવાન હજુ ભાનમાં આવ્યા નથી ત્યારે તેઓના સગા-સંબંધીની પોલીસે શોધ શરૂ કરી છે. અંદાજે ચાલીસેક વર્ષની વયના આ યુવાનના સગા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh