Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોગવડના રામદૂતનગરમાં પરપ્રાંતીય યુવકે અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધોઃ
જામનગર તા. ૯: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામ સ્થિત રામદૂતનગરમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના એક શ્રમિકે શુક્રવારે સાંજ પહેલાં કોઈ અગમ્ય કારણથી નજીકમાં આવેલા એક અવાવરૂ ખેતર સ્થિત ઓરડીમાં જઈ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. જ્યારે જામનગરના યોગેશ્વરનગરમાં રહેતા એક કડિયા યુવાનને શરાબની આદત છોડી દેવા માટે તેના પરિવારજનો સમજાવતા હોવાથી માઠું લાગી આવતા આ યુવાને ગઈકાલે ટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે મૃતકના પિતાનંુ નિવેદન નોંધ્યું છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદૂતનગરમાં હિતેન્દ્રસિંહ રાઠોડ નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના પુરલીયા જિલ્લાના હરોક ગામના વતની મંગલમાજી ગુરૂપદમાજી (ઉ.વ.૨૧) નામના યુવાન રીંગર તરીકે નોકરી કરતા હતા.
આ યુવાને જોગવડ ગામની ઉગમણી સીમમાં આવેલા એક અવાવરૂ ખેતરમાં જઈ ત્યાં આવેલી ઓરડીમાં કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. શુક્રવારે સાંજ પછીથી બનેલા આ બનાવની શનિવારે જાણ થતા પોલીસને વાકેફ કરવામાં આવી હતી. મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે કોહવાઈ ગયેલા મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવા ઉપરાંત મોટી ખાવડી ગામના રઘુવીરસિંહ ગુલાબસિંહ ઝાલાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે અને મૃતકે કયા કારણથી ગળાફાંસો ખાઈ લીધો તે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરના ગુલાબ નગરથી આગળ આવેલા યોગેશ્વરનગરની શેરી નં.રમાં રહેતા હિતેશભાઈ લવજીભાઈ ટાંક (ઉ.વ.૪૭) નામના કડિયા યુવાનને દારૂનો નશો કરવાની આદત પડી ગઈ હતી તેથી દારૂ છોડી દેવા માટે તેમના પરિવારજનો અવારનવાર સમજાવટ કરતા હતા. તે બાબતથી માઠું લાગી આવતા હિતેશભાઈએ ગઈકાલે બપોરે દોઢ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં એક ઓરડામાં આવેલા પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની તેમના પિતા લવજીભાઈ મણીલાલ ટાંકને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પિતા લવજીભાઈનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial