Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૪-૧-૯૩ થી ગુજરાત વિધાનસભામાં 'વંદે માતરમ્'ની પરંપરા અવિરત ચાલે છેઃ
ગુજરાત રાજયની રચના ૧લી મે-૧૯૬૦ ના રોજ થઈ હતી. તે વખતે અમદાવાદને પાટનગર બનાવવામાં આવ્યું હતું. તે વખતે સચિવાલય અને વિધાનસભા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં બેસતી, વિધાનસભાનું પ્રથમ સત્ર ૧૮મી ઓગસ્ટ-૧૯૬૦ થી ર૪-સપ્ટેમ્બર સુધી મળ્યું હતું. સિવિલમાં કુલ ૩૬ સત્રો સાથે ૬૧૮ બેઠકો મળી હતી. દ્વિભાષી મુંબઈ રાજયમાંથી ૧૯૬૦ માં ગુજરાત અલગ રાજય તરીકે સ્થાપના થઈ હતી.
૧૯૭૦ માં ગુજરાત રાજયનું પાટનગર ગાંધીનગર ખસેડવામાં આવ્યું, ત્યારે સેક્ટર ૧૭માં મધ્યસ્થ ગ્રંથાલયમાં વિધાનસભા બેસતી કારણ કે, વિધાનસભાનું મકાન તૈયાર થયું ન હતું. આમ છતાં ગ્રંથાલયમાં ર૧ સત્રો ૪૭૭ બેઠકો મળી હોવાનું જાણવા મળે છે.
સેક્ટર ૧૦ માં વિધાનસભાનું મકાન તૈયાર કરવાનું નક્કી થયું. ર૦મી માર્ચ-૧૯૭૮ ના રોજ રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડીના હસ્તે શિલારોપણ વિધિ થઈ હતી. આ વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન અપાયું. કારણ કે, તેઓ મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ હતાં. ૮મી જુલાઈ-૧૯૮ર ના રાજયપાલ શ્રીમતી શારદા મુખરજીએ આ નવા મકાનનું લોકાર્પણ કર્યુ ત્યારથી વિધાનસભા આ મકાનમાં જ મળી રહી છે.
આ વિધાનસાની વિશેષતા એ છે કે, ૧૭૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ ભવન અંદાજે પાંચ મીટર ઊંચી અને ૧૩૩ બાય ૧૩૩ મીટરની સમચોરસ પીઠિકા ઉપર ઊભું કરવામાં આવ્યું છે. ર૦૦ મીટરના વ્યાસવાળા વર્તુળાકાર જળકુંડથી અલગ પાડવામાં આવેલી આ ઈમારતથી મધ્યમાં વિવિધ દીર્ઘાઓ અને ડોમ ધરાવતું ૧૩૮પ ચો.મી.માં પથરાયેલું છે.
ચાર માળનું આ મકાનનો બહારનો ભાગ અને પાછળનો ભાગ બન્ને તરફથી એક સરખો જ છે. ૧૯૮પ માં આંતરરાષ્ટ્રીય સ્થાપત્યની દૃષ્ટિએ ગુજરાત વિધાનસભાના આ બિલ્ડીંગને શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
વિધાનસભા સત્રના પ્રારંભે અને સમાપને રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ્ની ધૂન વગાડવાની શરૂઆત આઠમી વિધાનસભાના આઠમાં સત્રથી એટલે કે, તા. ૪-૧-૧૯૯૩ થી થઈ હતી.
સંકલનઃ જિતેન્દ્ર ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial