Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવી સરકારની ઠેકડી ઊડાવતી હરકત
નવી દિલ્હી તા. ર૪: અમે ભારતના સૌથી મોટા ભાગેડુ છીએ તેવા શબ્દસાથેનો વીડિયો વાયરલ કરીને લલિત મોદીએ વિજય માલ્યા સાથે મળીને ભારતની મજાક ઊડાવી છે. લલિત મોદીએ વીડિયોને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ચાલો ભારતમાં ઈન્ટરનેટ પર ફરીથી ધૂમ મચાવીએ.
ઈન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર લલિત મોદી લંડનમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં લલિત મોદી કટાક્ષ કરતા ખુદને અને માલ્યાને ભારતના સૌથી મોટા ભાગેડુ કહીને બોલાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર તેને દેશની મજાક ઊડાવવા તરીકે જોવાઈ રહ્યું છે. લલિત મોદીએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ચાલો ભારતમાં ઈન્ટરનેટ પર ફરીથી ધૂમ મચાવીએ. જન્મદિવસ મુબારક મારા દોસ્ત વિજય માલ્યા લવ યુ.
આ વીડિયો ભાગેડુ ઉદ્યોગપતિ સાથે તેની દોસ્તીનું ખુલ્લું પ્રદર્શન સ્પષ્ટ દેખાય છે. આ પોસ્ટને ભારત સરકારની ઘોર મજાક ઊડાવવા બરાબર જોવાઈ રહ્યું છે. જે લલિત મોદી અને વિજય માલ્યાના પ્રત્યાર્પણની વર્ષોથી કોશિશ કરી રહી છે.
લલિત મોદી ર૦૧૦ માં ભારત છોડીને જતો રહ્યો છે, જ્યારે વિજય માલ્યા ર૦૧૬ થી ફરાર છે. આમ તો આ કંઈ પહેલી વાર નથી, જ્યારે આ બન્ને ભાગેડુ એકસાથે પાર્ટી કરતા વીડિયો શેર કર્યો હોય. આ મહિનાની શરૂઆતમાં લલિત મોદીએ ભાગેડુ વેપારી વિજય માલ્યા માટે લંડનમાં એક ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું.
લલિત મોદીએ પોતાના ઘરે રાખેલી આ પાર્ટીને શાનદાર અને ગ્રાન્ડ ગણાવી હતી. દુનિયાભરના દોસ્તો તેમાં આવ્યા હતાં. માલ્યાને કિંગ ઓફ ગુડ ટાઈમ્સ ગણાવ્યા હતાં. પૂર્વ શરાબ વેપારીના ૭૦ વર્ષ પૂરા થવા પર તેમણે માલ્યાને સુખ-સમૃદ્ધિની શુભકામના આપી હતી. ગેસ્ટ લિસ્ટમાં કથિત રીતે બાયોકોનની સંસ્થાપક કિરણ મજુમદાર-શો, અભિનેતા ઈદરીસ અલ્બા અને ફેશન ડિઝાઈનર મનોવિરાજ બોલસા સામેલ હતાં. તસ્વીરમાં મજુમદાર શો ખોસલા સાથે પોઝ આપતા અને એલ્બા સાથે પણ વાતચીત કરતા દેખાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial