Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેબ્રુઆરીમાં પણ છેતરપિંડીનો મામલો જણાતા પ્રારંભે શેરમાં ૬૦ ટકાનો કડાકો બોલ્યો હતો
નવી દિલ્હી તા. રપઃ ઈન્ડસઈન્ડ બેંકમાં રૂ. ૧૯૬૦ કરોડના કૌભાંડની તપાસ ફરીથી શરૂ થતા નાતાલની રજા પછી કાલે બજાર ખુલતા જ આ બેંકના શેરમાં કડાકો બોલે, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી હતી.
ઈન્ડસઈન્ડ બેંક સામે રૂ. ૧૯પ૯.૯૮ કરોડના છેતરપિંડીના કેસમાં હવે બેંકની ફરીથી તપાસ શરૂ થઈ છે. ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોમાં ફરી ચિંતાનો માહોલ છે.
આ સમાચાર પછી શેર પર તેની શું અસર થશે તેના પર સૌની નજર છે, કારણ કે જ્યારે આ કૌભાંડ પહેલીવાર સામે આવ્યું હતું ત્યારે બેંકના શેરમાં ભારે કડાકો બોલી ગયો હતો.
ગઈકાલે બેંકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ તપાસની જાણકારી આપી હતી. આ તપાસ એ જ મુદ્દાઓ સાથે સંબંધિત છે જે બેંકે અગાઉ જાહેર કર્યા હતાં. તેમાં ઈન્ટરનલ ડેરિવેટિવ્ઝ ટ્રેડનું એકાઉન્ટીંગ, અન્ય અસ્ક્યામતો અને જવાબદારીઓ હેઠળ દર્શાવવામાં આવેલ અસ્પષ્ટ બેલેન્સ, અને બેંકના માઈક્રોફાઈનાન્સ બિઝનેસમાંથી મળતી વ્યાજ અને ફીની આવકમાં રહેલી ખામીઓનો સમાવેશ થાય છે. આ તપાસ કંપની એકટ, ર૦૧૩ ની કલમ ર૧ર હેઠળ કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર સરકારને કોર્પોરટ છેતરપિંડીના ગંભીર અને જટિલ કેસો એસએફઆઈઓને સોંપવાની સત્તા આપે છે.
બેંકે જણાવ્યું કે તેને ર૧ ડિસેમ્બર, ર૦રપ ના એસએફઆઈઓ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તપાસ સંબંધિત માહિતી અને દસ્તાવેજો માગવામાં આવ્યા હતાં. એસએફઆઈઓની આ તપાસ આ વર્ષે ર૦રપ ની શરૂઆતમાં સામે આવેલી ગંભીર એકાઉન્ટિંગ સંબંધિત ચિંતાઓને પગલે શરૂ થઈ છે. એપ્રિલ મહિનામાં બેંકના બાહ્ય ઓડિટરે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં અનિયમિતતાઓને કારણે ૩૧ માર્ચ ર૦રપ સુધીના પ્રોફિટ એન્ડ લોસ ખાતા પર રૂ. ૧૯પ૯.૮૯ કરોડની ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો.
આ ઉપરાંત અન્ય એક બાહ્ય એજન્સીના રિપોર્ટમાં ડેરિવેટિવઝના વ્યવહારોમાં થયેલી ભૂલોને કારણે બેંકની સંપત્તિ પર રૂ. ૧૯૭૯ કરોડની નકારાત્મક અસરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેંકમાં છેતરપિંડીનો આ મામલો પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે તેના શેરમાં સુનામી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોકાણકારોના અબજો રૂપિયા ડૂબી ગયા હતાં. ફેબ્રુઆરીમાં આ શેર રૂ. ૧૦૮૬ ની પર-સપ્તાહની ઊંચી સપાટીએ હતો, પરંતુ કૌભાંડના સમાચાર આવતા જ તે ૬૦ ટકા જેટલો તૂટીને રૂ. ૬૦૬ ના સ્તરે આવી ગયો હતો. હવે ફરીથી શરૂ થયેલી આ તપાસની અસર બેંકના શેર પરજોવા મળી શકે છે.
શેરબજારમાં સામાન્ય કારોબાર વચ્ચે ઈન્ડસઈન્ડ બેંકનો શેર રૂ. ૮૪૮.૯૦ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે ગુરુવારે નાતાલ નિમિત્તે શેરબજાર બંધ છે અને હવે શુક્રવારે કારોબાર ફરી શરૂ થશે, ત્યારે આ બેંકના શેરમાં ભારે કડાકો બોલવાની આશંકાઓ સેહવાઈ રહી છે.
આ ડેરિવેટિવ્ઝ અનિયમિતતાઓને કારણે ઘણાં વરિષ્ઠ મેનેજમેન્ટ સભ્યોએ રાજીનામું આપ્યું હતું અને બોર્ડે એક્સિસ બેંકના રાજીવ આનંદને ખાનગી ધિરાણકર્તાના વડા તરીકે નિયુક્ત કર્યા હતાં. બેંકે નુક્સાનને ઓળખ્યું હતું અને તેમને નાણાકીય વર્ષ ર૦રપ ના કમાણીમાં સમાવી લીધા હતાં, જેના પરિણામે ચોથા ક્વાર્ટરમાં એક વખતના રાઈટ-ઓફ અને જોગવાઈઓ પછી ચોખ્ખું નુક્સાન થયું હતું. મૂડી અને ચોખ્ખી કિંમતને ર થી ર.પ ટકા કરવેરા પછીનું નુક્સાન થયું હતું, જેના કારણે બફરમાં ઘટાડો થયો હતો. વૃદ્ધિની ભૂખ ઓછી થઈ હતી અને મૂડી મૂલ્યાંકન પર અસર પડી હતી.
રોકાણકારોએ કમાણીની વિશ્વસનીયતા અને શાસનનું ફરીથી મૂલ્યાંકન કર્યું હોવાથી ડેરિવેટિવ્ઝ નુક્સાનને કારણે બેંકના શેર ઘટ્યા હતાં. તપાસમાં બોર્ડ, મેનેજમેન્ટ અને ઓડિટ સમિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેના કારણે નિયમનકારી દબાણ અને સેબીની દેખરેખમાં વધારો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial