Advertisement
Author: નોબત સમાચાર

દિવાળી આવે એટલે...

                                                                                                                                                                                                      

દિવાળી આવે એટલે બધા એકદમ બીઝી બીઝી થઈ જાય. ઘરે ઘરે દિવાળી કાઢવામાં આવે, એટલે કે  દિવાળીની સાફ સફાઈ થાય. જૂની અને વધારાની વસ્તુઓનો નિકાલ કરવામાં આવે, કે જેથી દિવાળી ઉપર નવી વસ્તુઓ ખરીદી શકાય અને આ ખરીદેલી વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવી શકાય. હા, દિવાળી પર આવનાર મહેમાનોને નવી વસ્તુના દર્શન તો થવા જોઈએ ને.. નહિતર નવી વસ્તુઓ ખરીદવા માટે કરેલ ખર્ચો માથે પડે..!

હવે આ શક્ય ખરીદીને ધ્યાનમાં રાખીને વેપારી વધુમાં વધુ સ્ટોક ભેગો કરે છે. હવે આ વધારાના સ્ટોકને રાખવા માટે દુકાનમાં જગ્યા નથી તો શું થયું...? દુકાનની સામે લોકોને ચાલવા માટે જે ફુટપાથ બનાવવામાં આવેલી છે તે ક્યારે કામ આવશે ? રાખો વધારાનો સ્ટોક ફુટપાથ પર..  ગ્રાહક નવો સ્ટોક જોઈને ચોક્કસ ખરીદી કરવા લલચાશે. અને ફુટપાથ પર આગળ ચાલવાની જગ્યા જ  નહીં હોય એટલે તે કંટાળીને પણ આપણી દુકાનમાં જ ખરીદી કરવા આવશે. આને કહેવાય *દાઢીની દાઢી અને સાવરણની સાવરણી.*

જો કે દિવાળી આવે એટલે સૌથી પહેલા તો આપણી સરકાર એકદમ એક્શન મોડમાં આવી જાય છે. જાહેર જનતાની, એટલે કે આપણા સૌની, સુખાકારી અને આરોગ્યની જાળવણી કરવા માટે એક પછી એક હુકમો બહાર પડશે. મારા મિત્ર શશીકાંત મશરૂએ મને થોડા દિવસો પહેલા જ બહાર પડેલું સરકારી જાહેરનામું બતાવ્યું, જેમાં સ્પષ્ટ લખેલું છે કે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, અને તે પણ માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા.

હવે પ્રશ્ન એ છે કે આ જાહેરનામાનો અમલ કેવો થશે? અને અમલ કરાવશે પણ કોણ ? કારણ કે જાહેરનામું બહાર પાડનાર અને તેનો અમલ કરાવનાર અધિકારીઓમાંથી મોટાભાગના તો દિવાળી વેકેશનમાં ફરવા માટે ઉપડી ગયા હશે. એક વખત જાહેરનામું બહાર પડે કે સરકારની ફરજ પૂરી

હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં છું. અહીં કોઈપણ તહેવારોમાં આવા સરકારી હુકમ બહાર ન પડે, અને છતાં જાહેરમાં કોઈ ફટાકડા ન ફૂટે. લોકોમાં જ એટલી સ્વયંશિસ્ત.

હું અહીં ઓસ્ટ્રેલિયામાં થોડા દિવસ થયા બીમાર હતો એટલે લગભગ ૮-૯ દિવસ હોસ્પિટલમાં પણ રહી આવ્યો, ચાર દિવસ આઈસીયુમાં અને પાંચ દિવસ સ્પેશિયલ રિકવરી રૂમમાં. આ દિવસો દરમિયાન મારૃં વજન લગભગ ચાર - પાંચ કિલો ઘટી ગયું. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે ડોક્ટરે મને પૂછ્યું, *હવે તો તમારી તબિયત સારી છે, હવે શું કરશો ?*

*આરામ..* મેં જવાબ આપ્યો.

*આરામ કરવા ક્યાં જશો ?*

*ઇન્ડિયા.. દિવાળીના તહેવારો તો ઇન્ડિયામાં જ ઉજવવાના હોય ને..!*

મારો જવાબ સાંભળતા જ ડોક્ટરનો મૂડ ફરી ગયો. તેઓ ઇન્ડિયા વિશે, અને ખાસ તો દિવાળીના તહેવારો દરમિયાન ઇન્ડિયામાં થતાં ધ્વનીના અને વાતાવરણના પ્રદૂષણ વિશે ખૂબ સારી રીતે જાણતા હતા. તેમણે તરત જ કોમ્પ્યુટરમાં કંઈક એન્ટ્રી કરી અને મને કહ્યું, *જુઓ દિવાળીમાં થતા પ્રદૂષણમાં ફરીથી તમારી તબિયત બગડી શકે છે, માટે દિવાળીના પંદર દિવસ પછી જ તમે ઇન્ડિયા જઈ શકશો. ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં રહીને જ આરામ કરો.. હું તમારું નામ પેસેન્જરોના. *નો ફ્લાય લિસ્ટ*માં ઉમેરી દઉ છુ..*

બસ આટલી જ વાત. કોઈ દલીલ નહીં. મારે ફરજિયાત ઓસ્ટ્રેલિયા રોકાઈ જવું પડ્યું. હવે તો અહીંની સુસ્ત દિવાળી ઉજવીને પછી જ ઇન્ડિયા આવી શકીશ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh