Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શીમલા ફરીને પરત ફરતા હતાઃ ધૂમ્મસના કારણે ડિવાઈડર સાથે અથડાતા કારનું પડીકું વળી ગયું
ચંદીગઢ તા. ૧૭ઃ પંજાબના ધુમ્મસમાં ગુજરાતનો પરિવાર હોમાયો હોવાનો અહેવાલો છે. થરાદના જેતડાની લેડી કોન્સ્ટેબલ સહિત ૫ાંચના અકસ્માતમાં મૃત્યુ થયા છે. તેઓ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુનર કારનું પડીકું વળી ગયું છે.
પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત છે. આજે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતાં ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત ૫ લોકોનાં મૃત્યુ થયાં છે. આ અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખેઆખી પડીકું વળી ગઈ હતી. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ અંકુશ, સતીશ, ચેતન, ભરત અને અમિતાબેન કરશનભાઈ તરીકે થઈ છે. આ તમામ વાવ-થરાદ જિલ્લાના રહેવાસી હતાં. તમામની ઉંમર ૨૫થી ૩૦ વર્ષની વચ્ચે છે. થરાદના જેડતા ગામની અમિતાબેન મહિલા કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે.
એસપી નરીન્દરસિંહે જણાવ્યું હતું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયાં હતાં. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ મામલે જાણકારી આપતા એસપી સિટી નરીન્દરસિંહે જણાવ્યું કે પાંચેય મિત્રોના શબને કબજે લઈ સિવિલ હોસ્પિટલ રવાના કરાયા હતા અને મૃતકોના પરિવારજનોને જાણકારી આપી દેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial