Advertisement
Author: નોબત સમાચાર

ટેકાના ભાવે ઝડપથી મગફળી ખરીદી સમયોચિત ચૂકવણી કરવા ખેડૂતોની માંગ

આમઆદમી પાર્ટીએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપથી કરવા અને ખરીદ થયેલ મગફળીની રકમનું સમયસર ચૂકવણું કરવાની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું.

આપના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડએ આ રજૂઆતમાં જણાવેલ કે મગફળીની ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલે છે.૧૦૦૦૦ ખેડૂતોની નોંધણી સામે માત્ર ૭૦૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. આથી આ કામગીરી ઝડપથી કરવી જોઈએ.

ઉપરાંત ખરીદ કરેલ મગફળીની રકમની ચૂકવણી દોઢ માસ સુધી થતી નથી. ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળેલ હોય તેને સમયસર પૈસા મળતા નથી. આથી, તાકીદે આ રકમની ચૂકવણી કરવામાં આવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh