Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાહિત્યકારને સાહિત્ય પરિષદનું પારિતોષિકઃ
જામનગર તા.૮: ગુજરાતની સવા સો વર્ષ જૂની સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર બે વર્ષે શ્રેષ્ઠ પુસ્તકોને વિવિધ પારિતોષિકો અપાય છે. જે અંતર્ગત તાજેતરમાં વર્ષ-૨૦૨૦/૨૧ નાં વિવિધ પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં જામનગરનાં બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને તેમનાં બાળગીતસંગ્રહ ' હાથીભાઇની સ્કૂલ' માટે શ્રી રમણલાલ સોની બાળ-કિશોર સાહિત્ય પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી બાળ- કિશોર સાહિત્ય ક્ષેત્રે કિરીટ ગોસ્વામીનું યશસ્વી પ્રદાન રહૃાું છે.તેઓએ પાંત્રીસ જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે.તેમને સાહિત્ય અકાડેમી દિલ્હી, રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ રાજસ્થાન અને બાળસાહિત્ય સંશોધન કેન્દ્ર ભોપાલ સહિત બાળસાહિત્યનાં અનેક ઇનામ-એવોર્ડ તેઓને પ્રાપ્ત થયેલ છે.તેઓનાં બાળસાહિત્ય પર વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા શોધ-નિબંધ તૈયાર થયા છે.
પુરસ્કૃત થવા જઈ રહેલ ' હાથીભાઇની સ્કૂલ' બાળગીત સંગ્રહમાં આધુનિક બાળકોને ગમે તેવાં બાળગીતો છે.જે પૈકી ' હાથીભાઇ તો ડાન્સ કરે ' જેવું ગીત તો બાળકોમાં ખૂબ-ખૂબ લોકપ્રિય થયેલ છે.આ ઉપરાંત, ' બિલ્લી બેઠી ભણવા' કે ' ઝાડવાને રોજ રવિવાર ' જેવી બાળસહજ અને બાળભોગ્ય કલ્પનાઓથી ભરપૂર ગીતો ગુજરાતી બાળકોએ હોંશભેર વધાવ્યાં છે.
કિરીટ ગોસ્વામી જામનગરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત છે.તેમની કૃતિઓ ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યનાં વિવિધ પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામેલ છે.તેઓ સર્જન ઉપરાંત, ગુજરાતભરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળવાર્તાઓ પીરસવા બાળકો સમક્ષ પહોંચે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનાં આ પારિતોષિકથી તેમની યશ-કલગીમાં વધુ એક નવું પીછું ઉમેરાયું છે.જેને કારણે નગરનાં સાહિત્ય જગતને પણ ગૌરવ પ્રાપ્ત થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial