Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
વૈશ્વિક અનિશ્ચિતતાઓ સાથે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું. વૈશ્વિક સ્તરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને સતત અનિશ્ચિતતા સાથે ખોફમાં રાખીને ફરી અનેક દેશો પર આકરાં નવા ટેરિફ લાદવાની ચેતવણી ઉચ્ચારતાં અને બીજી તરફ ઘણા દેશો અમેરિકા પર વળતાં ઊંચા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યા હોઈ, જયારે સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણાએ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૩%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૦% ઘટીને અને નેસ્ડેક ૦.૧૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૬ અને વધનારની સંખ્યા ૧૯૧૧ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૭૨૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૪૨૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૨૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૦૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૭૪૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૧,૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૧,૮૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૧,૫૭૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૧૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૧,૮૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર આઈટી, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી, યુટીલીટીઝ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, બેન્કેકસ અને રિયલ્ટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સન ફાર્મા, અદાણી પોર્ટ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, આઈટીસી અને એકસિસ બેન્ક જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ઈટર્નલ લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટીસીએસ લિ. પાવર ગ્રીડ કોર્પોરેશન અને બજાજ ફાઈનાન્સ જેવા શેરો ૨.૦% થી ૧.૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ઓરબિન્દો ફાર્મા (૧૧૪૮) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૪ થી રૂ.૧૧૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!
અદાણી ગ્રીન (૧૦૪૦) : પાવર જનરેશન સેક્ટરના આ સ્ટોક રૂ.૧૦૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ઇન્ડસઇન્ડ બેન્ક (૮૮૩) : રૂ.૮૭૦ નો પ્રથમ તેમજ રૂ.૮૫૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
ટાટા ટેકનોલોજી (૭૩૭) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૪ થી રૂ.૭૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ટેરિફ થકી વિશ્વને ફરી ટ્રેડ વોરમાં ધકેલનારા ટ્રમ્પ વિશ્વ વેપારને ડામાડોળ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાની પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ પણ ફરી ડહોળાયું છે. અમેરિકી ડોલરના પ્રભુત્વને ઘટાડવા બ્રિક્સ દેશોનું સંગઠન મજબૂત બનતું જોઈને ટ્રમ્પે બ્રિક્સની નીતિને અનુસરનારા દેશોને વધુ ૧૦% ટેરિફ માટે તૈયાર રહેવાની ચીમકી આપી છે. ત્યાર બાદ આ બ્રિક્સ દેશોની મીટિંગની આ વખતના યજમાન દેશ બ્રાઝિલ પર ૫૦% ટેરિફ બાદ ચાઈના પ્લસ-૧ની ડ્રેગનની નીતિને ધરાશાયી કરવા વિયેતનામ પર આકરાં ટેરિફ અને છેલ્લે મેક્સિકો અને યુરોપીય યુનિયનના દેશો પર આગામી મહિનાથી ૩૦% ટેરિફ લાદવાનું જાહેર કરીન ે ફરી ટેરિફના વોર શરુ થઇ છે.
ભારત સાથેની અમેરિકાની ટ્રેડ ડિલ કેટલાક મહત્વના મામલે ઘોંચમાં પડી જઈ ફરી વાટાઘાટના તબક્કામાં આવી પડેલી આ ડિલને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બ્રાઝિલ પર ૫૦% ટેરિફ ઝિંકનારા ટ્રમ્પ ભારત સામે પણ આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરીને ભારતને સ્તબ્ધ કરી શકે છે. જેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર ડામાડોળ બની શકે છે. જેથી ટ્રમ્પના ટેરિફ મામલે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.