Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ પેટ્રોલ-ડીઝલ તંગી અને પંપ બંધના પગલે છેક ગાંધીનગર પુરવઠા વિભાગ સુધી મોબાઈલ ગૂંજ્યા હતાં તથા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના તથા જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી કે.બી. સોલંકી દ્વારા રવિવારે રજા હોવા છતાં આઈ.ઓ.સી. તથા નાયરા કંપનીના ફીલીંગ પ્લાન્ટો ખોલાવીને ચાર ટેન્કરો ભરાવીને પુરવઠો પૂર્વવત કરાયો હતો.
જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી કે.બી. સોલંકીએ જણાવેલ કે આગલા દિવસે ચાર ટેન્કરો દ્વારકામાં આવેલા, છતાં પણ એક પંપવાળાએ ટેન્કર ભરવા ના મોકલતા તથા એક પંપવાળાએ તેની ગાડી તેના અન્ય પંપ ભાટિયા મોકલતા તથા કેટલાક પંપ દ્વારા કેરબામાં જ ડીઝલ-પેટ્રોલનો જથ્થો વેંચી નાખતા તંગી થઈ હોય, આ બાબતે દ્વારકા મામલતદારને તપાસનો આદેશ કરવામાં આવ્યો છે, અને જવાબદાર સામે પગલાંની કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial