Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂબંધી ભંગના નોંધાયેલા છે ગુન્હાઃ
જામનગર તા. ૨૪: દેવભૂમિ દ્વારકાના ભીમરાણા ગામના બે શખ્સ તેમજ ભાણવડના રાણપરના એક શખ્સ સામે પાસાની મંજૂરી મળતા ત્રણેયને જુદી જુદી જેલમાં ધકેલી દેવાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂબંધી ભંગની પ્રવૃત્તિઓ આચરતા રહેતા શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવા માટે એસપી જયરાજસિંહ વાળાએ આપેલી સૂચનાના પગલે દેવભૂમિ દ્વારકા એલસીબીના પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા સ્ટાફે ત્રણ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
દ્વારકા તાલુકાના ભીમરાણા ગામના ઉમેદસિંહ શિવુભા વાઢેર ઉર્ફે અનીયા, ભીમરાણાના જ પૃથ્વીરાજસિંહ ઉર્ફે ઋષિરાજસિંહ કાળુભા વાઢેર તથા ભાણવડના રાજુ કરશનભાઈ કોડીયાતર સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે મોકલાઈ હતી. તેને મંજૂરી મળી જતા એલસીબીએ ત્રણેયની અટકાયત કરી લીધી છે.
આરોપી પૈકીના ઉમેદસિંહને પાલનપુરની જેલમાં, પૃથ્વીરાજસિંહને ભુજની પાલારા જેલમાં તથા રાજુ કોડીયાતરને ભાવનગરની જેલમાં ધકેલી દેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial