Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટની તપાસમાં ઘટસ્ફોટ
નવી દિલ્હી તા. ૧૩: લાલકિલ્લા નજીક કાર વિસ્ફોટની તપાસમાં દિલ્હી જ નહીં, ૪ મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો પ્લાન હોવાનો મોટો ખુલાસો થયો છે.
દિલ્હીમાં લાલકિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં સતત મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓએ મહત્ત્વપૂર્ણ માહિતીનો પર્દાફાશ કર્યો છે. આતંકીઓની યોજના માત્ર દિલ્હી જ નહીં, પરંતુ અન્ય ચાર શહેરોમાં આતંક મચાવવાની હતી.
લગભગ આઠ શંકાસ્પદ આતંકીઓએ ચાર શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો. અહેવાલો અનુસાર આ આઠ શંકાસ્પદોએ ચાર અલગ અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હેતુ માટે ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા હતાં, જેમાં દરેકમાં બે સભ્યો હતાં. દરેક ગ્રુપ પાસે અનેક ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ વહન કરવાના હતાં.
બધી ટીમો ચાર શહેરોમાં એક સાથે બોમ્બ વિસ્ફોટ કરવાના હતાં. સુરક્ષા એજન્સીઓ હવે આ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ અને નેટવર્કની તપાસ કરી રહી છે. ૧૦ મી નવેમ્બરે દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ મામલે પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ આઈ-ર૦ કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકી ડોક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા ડીએનએના આધારે આતંકી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે ૧૦૦ ટકા મેચ થયા છે. તે પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો, જેના કારણે ૧ર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે ર૦ ઈજાગ્રસ્ત થયા.
ઉલ્લેખનિય છે કે, બુધવારે (૧ર મી નવેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી સરકારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને આતંકવાદી હુમલો માન્યો છે. એનઆઈએ દ્વારા સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial