Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકાએ પહોંચતા
જામનગર તા. ૧૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકાએ પહોંચતા નગરમાં ઝાકળવર્ષા થઈ હતી. એક જ દિવસમાં અઢી ડીગ્રી સુધી ઘટીને લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ગત્ બે દિવસમાં ભેજના પ્રમાણમાં ર૬ ટકાનો વધારો થયો છે. તેમાંય છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા વધીને ૮૬ ટકાએ પહોંચી ગયું હતું, જેના પગલે આજે સવારે ઝાકળવર્ષા થઈ હતી. સવારે થોડીવાર માટે નગર ધૂમ્મસની ઝપેટમાં આવી ગયું હતું, પરંતુ સૂર્યદેવતા ઉદીત થયા પછી ધુમ્મસનું જોર ઓસરી ગયું હતું.
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત વધી રહેલા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. અઢી ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી અને બે ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial