Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસે અજાણ્યા વાહનની ટક્કર વાગતા રિક્ષા ટેન્કરના ઠાઠામાં ઘૂસી ગઈ

રિક્ષાચાલક અને ત્રણ મહિલાને ઈજા થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી પાસે બે સપ્તાહ પૂર્વે સવારના સમયે એક રિક્ષાની પાછળ અજાણ્યું વાહન ટકરાઈ પડતા રિક્ષા આગળ જતા ટેન્કરના ઠાઠામાં ઘૂસી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક તથા રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ મહિલા ઘવાયા હતા. અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના બેડી વિસ્તારમાં રામમંદિર ચોક પાસે રહેતા હુસેનભાઈ ઈસ્માઈલભાઈ જેડા નામના રિક્ષાચાલક ગઈ તા.ર૧ની સવારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામ નજીક નાગાર્જુન પેટ્રોલપંપ પાસેથી જીજે-૧૦-ટીડબલ્યુ ૩૫૫૨ નંબરની સીએનજી રિક્ષા ચલાવીને જતા હતા. આ રિક્ષામાં ઝરીનાબેન, જેતુનબેન, હુરબાઈ નામના મહિલાઓ બેઠા હતા.

આ રિક્ષાની પાછળ કોઈ અજાણ્યું વાહન ફૂલ સ્પીડમાં આવીને ટકરાયું હતું. તેથી આગળ ફંગોળાયેલી રિક્ષા આગળ દોડ્યા જતા ટેન્કરના ઠાઠામાં ઘૂસી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક હુસેનભાઈને છાતી તથા માથામાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે ઝરીનાબેન, જેતુનબેન, હુરબાઈ પણ ઘવાયા હતા. ચારેય ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તે પછી ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં અકરમ ઈસ્માઈલ જેડાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh