Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ-દ્વિતીય-તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને મોમેન્ટોઃ
જામનગર તા. ૬: જામનગરના શગુન ઈન્સ. ઓફ નર્સિંગ દ્વારા એએનએમ અને જીએનએમ પાંચમી બેચ તથા બીએસસી (નર્સિંગ) ચોથી બેચ માટે શપથવિધિ સમારોહનું આયોજન કરાયું હતું.
આ સમારોહને શ્રી શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજશ્રીના પાવન આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાલજીભાઈ વાઘેલા (નર્સિંગ) સુપ્રિ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટ પ્રવીણાબેન જાડફયા, ડીરેકટરો અશોક નંદા, જોગીન જોષી, વિકલ્પ શાહ, મનિષ ભટ્ટ, જગદીશ જાડફયા હાજર રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સીલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ માનવસેવા, કરૂણા, નૈતિકતા અને વ્યવસાયિક જવાબદારી સાથે કાર્ય કરવાના નર્સિંગ શપથ લીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમારોહને વધુ યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન પ્રેરણાદાયક સંદેશ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને નર્સિંગ વ્યવસાયની ગૌરવસભર પરંપરાને જાળવી રાખી સમાજ સેવામાં સમર્પિણ રહેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શગુન ઈન્સ.ના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ ડાયરેક્ટર વિકલ્પ શાહે કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial