Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા
જામનગર તા. ૯: છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવી નગરીમાં હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ મહાદેવ હર મિત્ર મંડળના ઉપક્રમે આ વર્ષે સતત ૪૫ મા વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં રાજમાર્ગ પર ભવ્યાતિભવ્ય *શિવ શોભાયાત્રા* નું આયોજન થઈ રહૃાું છે.
જેની ચર્ચા-વિચારણા અને આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક હિન્દુ ઉત્સવ સમિતિ ના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ ની અધ્યક્ષતામાં તા. ૧૧.૦૨.૨૦૨૬ ને બુધવારે રાત્રીના ૦૯:૩૦ કલાકે પંચેશ્વર ટાવર, પાસે આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરે મળશે. જેમાં પાલખી સમિતિ, સંકલન સમિતિ અને ફ્લોટ સમિતિ ના તમામ સભ્યો સહિત જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ, સત્સંગ મંડળ, સામાજિક સેવાકીય સંસ્થાઓ, મિત્ર મંડળોના હોદેદારો - સભ્યો વગેરેને સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશ ડી. વ્યાસ (રાજુ મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.
શિવ શોભાયાત્રામાં ચલિત કે સ્થાયી ફ્લોટ સાથે જોડાનારા તમામ મંડળના આગેવાનો દ્વારા પોતાના આયોજનની સવિસ્તાર વિગતો મિટિંગમાં રજૂ કરાશે, જે બેઠક પૂર્ણ થયા બાદ પંચેશ્વર ટાવર થી ભીડભંજન મહાદેવના મંદિર સુધીની ભક્તિ ફેરીનું આયોજન કરાયું છે, તેનું પ્રસ્થાન હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા કરાવાશે, અને તમામ ઉપસ્થિત શિવભક્તો હાથમાં ધર્મ ધ્વજા અને હર હર મહાદેવના જયઘોષ સાથે ભીડભંજન સુધી ની પદયાત્રા સાથેની ભક્તિ ફેરીમાં જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial