Advertisement
Author: નોબત સમાચાર

નીતા એમ. અંબાણી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ હૃાુમેનિટેરિયન એવોર્ડ ૨૦૨૫થી સન્માનિત

૪૦,૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને મોટા સપના જોવા પ્રેરિત કર્યાં

                                                                                                                                                                                                      

ભુવનેશ્વર, ૧૬ માર્ચ ૨૦૨૬: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીને આજે અહીં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (દ્ભૈંજીજી) કેમ્પસમાં પ્રતિષ્ઠિત (દ્ભૈંજીજી) હૃાુમેનિટેરિયન એવોર્ડ ૨૦૨૫થી સન્માનિત કરાયા હતા.

શ્રીલંકાના નોબેલ પારિતોષિક વિજેતા મોહન મુનાસિંઘેએ (દ્ભૈંૈં્, દ્ભૈંજીજી) અને (દ્ભૈંસ્જી)ના સ્થાપક ડૉ. અચ્યુત સામંતાની ઉપસ્થિતિમાં શ્રીમતી નીતા અંબાણીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. શ્રીમતી અંબાણીની ઉત્કૃષ્ટ માનવતાવાદી પહેલો તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, હેલ્થકેર, ગ્રામીણ પરિવર્તન, મહિલા સશક્તિકરણ અને રમત-ગમતને પ્રોત્સાહન દ્વારા સામાજિક વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાનને આ એવોર્ડ થકી બિરદાવાયું છે.

આદિવાસી બાળકોને સંબોધતા પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહૃાું, ''આપણા દીકરાઓ જે કાંઈ કરી શકે છે, તે બધું આપણી દીકરીઓ પણ કરી શકે છે. દીકરા અને દીકરીઓ વચ્ચે કોઈ ફરક નથી.'' તેમણે પ્રશંસાના સ્વરે જણાવ્યું કે, ''હંમેશાં યાદ રાખો કે તમે આજે જ્યાં છો તે તો તમારી શરૂઆત છે, તમારું લક્ષ્ય નથી. તમે કેટલું આગળ વધી શકો છો તે તમારા સપનાં, તમારી મહેનત અને આગળ વધવાની તમારી હિંમત જ નક્કી કરશે.'' તેમણે આદિવાસી બાળકોમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ''મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.''

(દ્ભૈંજીજી) હૃાુમેનિટેરિયન એવોર્ડની શરૂઆત ૨૦૦૮માં ડો. સામંતાએ કરી હતી. આ એવોર્ડ થકી વિશ્વભરમાં માનવતાવાદી કાર્યોની ભાવનાને મૂર્તિમંત કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવવામાં આવે છે. આ પુરસ્કાર વિજેતાને એક પ્રશસ્તિપત્ર અને ગોલ્ડ-પ્લેટેડ ટ્રોફી એનાયત કરાય છે.

છેલ્લા ઘણાં વર્ષોથી, આ પુરસ્કાર વિશ્વભરના ખ્યાતનામ નેતાઓ, નોબેલ પારિતોષિક વિજેતાઓ અને વિશ્વભરના પ્રતિષ્ઠિત મહાનુભાવોને એનાયત કરવામાં આવ્યો છે. અગાઉના એવોર્ડ પ્રાપ્તિકર્તામાં રતન ટાટા, પરમપૂજ્ય દલાઈ લામા અને અનરૂદ જુગનાથનો સમાવેશ થાય છે.

(દ્ભૈંજીજી) એ વિશ્વભરમાં આદિવાસી સમુદાય માટેની સૌથી મોટી યુનિવર્સિટી છે, જે આશરે ૮૦,૦૦૦ આદિવાસી બાળકોને કીન્ડર ગાર્ડનથી લઈને અનુસ્નાતક સ્તર સુધી મફત શિક્ષણ, નિવાસ તેમજ સર્વાંગી વિકાસ પ્રદાન કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh