Advertisement
Author: નોબત સમાચાર

સમુદ્રમાં ફસાયેલા ઈરાની તેલ જહાજોના તેલના વેચાણને અમેરિકાએ આપી એક મહિનાની છૂટ

વિશ્વના દેશોમાં પ્રવર્તી રહેલા ઊર્જા સંકટને દૂર કરવા અને બજારમાં સ્થિરતા લાવવા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ અને પુરવઠાની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં ૩૦ દિવસની હંગામી છૂટછાટ આપી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શુક્રવારે આ માહિતી આપી. છેલ્લા બે અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ તેલ પ્રતિબંધો હળવા કર્યા છે. અગાઉ, રશિયન તેલ પર પણ આવી જ રાહત આપવામાં આવી હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ ટ્રેઝરી વિભાગની વેબસાઇટ પર ૨૦ માર્ચથી ૧૯ એપ્રિલ, ૨૦૨૬ વચ્ચે જહાજોમાં લોડ થયેલ ઈરાની ક્રૂડ ઓઇલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણને મંજૂરી આપતો સામાન્ય લાઇસન્સ જારી કર્યો છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે, વૈશ્વિક સ્તરે તેલ સંકટ યથાવત છે પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયા છે. જોકે, પાછળથી યુએસ વહીવટીતંત્રના વલણમાં નરમાઈને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. હવે તેલ સંકટ વચ્ચેયુએસએ બીજો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા ઈરાની તેલ જહાજોના વેચાણને અસ્થાયી રૂપે અધિકૃત કરી દીધું છે. આ પગલા પાછળ યુએસનો ધ્યેય વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા જાળવવાનો છે. યુએસના આ પગલાથી ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ આવવાની અપેક્ષા છે.

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે એકસ પર છૂટની જાહેરાત કરી. એકસ પરની એક પોસ્ટમાં, સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે, ટ્રેઝરી વિભાગ સમુદ્રમાં ફસાયેલા ઈરાની તેલના વેચાણ માટે ટૂંકા ગાળાની અધિકૃતતા જારી કરી રહૃાું છે. તેમણે તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચનાનો ભાગ ગણાવ્યો, તેને ઓપરેશન એપિક ફયુરીે ગણાવ્યું. આ કામગીરી હેઠળ, યુએસ ઈરાન સામે આર્થિક અને લશ્કરી દબાણ વધારી રહૃાું છે, જેને વૈશ્વિક આતંકવાદી માનવામાં આવે છે. શનિવારે સવારે, બ્રેન્ટ ક્રૂડ ડોલર ૧૧૨.૨ પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ડોલર ૯૮.૨૩ પ્રતિ બેરલ જોવા મળ્યું

બેસન્ટે એમ પણ કહૃાું કે ચીન સસ્તા ભાવે ઈરાની તેલનો સંગ્રહ કરી રહૃાું છે. હવે, બજારમાં ફસાયેલા તેલને મુકત કરવાથી ૧૪૦ મિલિયન બેરલ ઉપલબ્ધ થશે, જે વૈશ્વિક પુરવઠાના ૧૦-૧૪ દિવસની સમકક્ષ છે. હળવા સ્વરમાં, તેમણે કહૃાું, અમે ભાવ ઘટાડવા માટે તેહરાન સામે ઈરાની બેરલનો ઉપયોગ કરી રહૃાા છીએ. આ પગલું ઈરાનના વિક્ષેપનો સામનો કરવા માટે છે, જે હોર્મુઝ સ્ટ્રેટમાં ઉર્જા માળખા પર હુમલો કરી રહૃાું છે.

યુએસ અધિકૃતતાએ સ્પષ્ટ કર્યું કે ફકત સમુદ્રમાં પહેલાથી જ પરિવહનમાં રહેલા તેલનું જ વેચાણ કરી શકાશે. કોઈ નવું ઉત્પાદન અથવા ખરીદીની મંજૂરી નથી. ઈરાન આમાંથી થતી આવકનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે યુએસ તેનું મહત્તમ દબાણ અભિયાન ચાલુ રાખે છે અને ઈરાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાથી અલગ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh