Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજનઃ શનિવારે જ્ઞાતિજનોની બેઠક

રામનવમીના પારણા અંતર્ગત યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: આગામી સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ  ૯ ને ગુરૂવાર, તા.૨૬-૦૩-૨૦૨૬ના ભગવાનશ્રી રામચંદ્રજી પ્રાગ્ટય મહોત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમૂહ ભોજન) નું આયોજન તા. ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવારના કરવામાં આવ્યું છે. જે અંગે લોહાણા સમાજની મિટિંગ તા. ૧૪-૦૩-૨૦૨૬ને શનિવારના રાત્રે ૮ કલાકે શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખવામાં આવેલ છે.

ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાય તેવું સુંદર આયોજન કરવામાં આવેલ છે, તેથી આ મિટિંગમાં લોહાણા જ્ઞાતિના તમામ ભાઈ-બહેનો, યુવાનો, વડીલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદ્ેદારો સહિત તમામને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિનના સ્થાપક સદસ્ય જીતુભાઈ લાલની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh