Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગરમી વધીઃ મહત્તમ ૩૪.પ ડીગ્રી

તાપમનનો પારો અઢી ડીગ્રી ઊંચકાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં વાદળો વિખેરાતા ફરી એક વખત તાપમાનમાં વધારાનો દોર શરૂ થયો છે. ગત્ ત્રણ દિવસમાં તાપમાનમાં ૩.પ ડીગ્રીનો વધારો થયો છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો અઢી ડીગ્રી સુધી ઊંચકાયને ૩૪.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો છે. બપોરે આકરા તાપથી પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ ટકા ઘટીને ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ વધતા સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh