Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની દયારામ લાયબ્રેરીમાં નેત્રયજ્ઞ-દંતયજ્ઞ, સર્વરોગ સારવાર

નટુભાઈ ત્રિવેદીના જન્મ દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરી.ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીના ૮૧મા જન્મદિન નિમિત્તે નેત્રયજ્ઞ,દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન તા. ૯-૧૦-૨૫ના સવારે ૯ થી ૧૨ દરમ્યાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં આંખના મોતિયાના ઓપરેશનના દર્દીઓને તપાસી કેમ્પ પૂરો થયે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જ્યાં ફ્રી માં આંખમાં નેત્રમણી બેસાડી નવી દૃષ્ટિ અપાશે. અન્ય દર્દીઓને દવા-ટીપાં-ચશ્મા વગેરે આપવામાં આવશે. દંત યજ્ઞમાં દાંતાના ડો. રશેશ ઓઝા અને ડો.નિરાલી દવે ઓઝા દ્વારા તપાસ કરી સારવાર અપાશે. જ્યારે ડો. હિરાબેન જોષી સર્વરોગ માટે દર્દીને તપાસી દવાઓ આપશે. આ કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh