Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને જિલ્લામાં ૪૫૨ ગામમાં થઈ વંટોળીયાની માઠી અસરઃ વીજ કંપનીને કરોડોનું નુકસાનઃ
જામનગર શહેર તથા જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ઢળતી બપોરે વાવાઝોડા જેવા વંટોળીયા અને તેની સાથે કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. બંને જિલ્લાઓમાં સેંકડો વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે, કેટલાક વાહનોને નુકસાની થઈ છે. બંને જિલ્લાઓમાં કેટલાક મકાનોમાં અગાસીના ભાગે લગાડવામાં આવેલી સોલાર પેનલો ઉડી ગઈ છે. શેરી-ગલીઓમાં વૃક્ષોની ડાળીઓ તૂટી પડી છે અને ખાસ કરીને વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર પણ તૂટી પડ્યા છે અને કેટલાક થાંભલાઓ પર ઝાડ પણ પડ્યા છે. જેના કારણે બંને જિલ્લામાં કલાકો સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી. વંટોળીયો ધીમે ધીમે શાંત થયા પછી બનતી ત્વરાએ વીજ પુરવઠો પૂર્વવરત કરાવવા માટે જામનગર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરી દ્વારા સ્ટાફને કામે લગાડવામાં આવ્યો હતો અને બંને જિલ્લામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ હતી. જામનગર શહેરમાં પટેલ કોલોની સબ ડિવિઝન ઉપરાંત દરબારગઢ, ખંભાળિયા નાકા, સાતરસ્તા, બેડેશ્વર સહિતના સબ ડિવિઝનના સ્ટાફે મોડીરાત સુધી અને કેટલાક વિસ્તારોમાં વહેલી સવાર સુધી કામગીરી કરતા ધીમે ધીમે વીજ પુરવઠો પૂર્વવત થઈ રહ્યો છે. વીજ કંપનીના જણાવ્યા મુજબ માત્ર જામનગર શહેરમાં ૧૦૦ જેટલા અસરગ્રસ્ત ૧૧ હજાર વોલ્ટના ફીડરમાંથી ૯પ ફીડરને નાની મોટી નુકસાની થઈ હતી. તેને રીપેર કર્યા પછી રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં આ ફીડરો શરૂ કરાયા હતા અને મોડીરાત્રે પાંચ ફીડરમાં પણ વીજળી ચાલુ કરવા કાર્યવાહી કરાઈ હતી. જામનગર ને દ્વારકા જિલ્લામાં કુલ ૭ર૬ ગામમાંથી ૪૫૨ ગામમાં વંટોળીયાની અસર થવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેમાંથી રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં ૩૮૭ ગામમાં વીજ પુરવઠો પૂર્વત થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial