Advertisement
Author: નોબત સમાચાર

સગીરાને પ્રેમજાળમાં ફસાવી છ વર્ષ પહેલાં અપહરણ-દુષ્કૃત્ય ગુજારનારને ૨૦ વર્ષની કેદ

આરોપીએ મોબાઈલ લઈ આપી ફેલાવી હતી જાળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના અમરાપર ગામના એક શખસે છ વર્ષ પહેલાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કર્યા પછી દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ શખ્સને ૨૦ વર્ષની અદાલતે સખત કેદની સજા ફટકારી છે.

જામનગર તાલુકાના અમરાપર ગામમાં રહેતા સાગર ખોડાભાઈ રાઠોડ (ઉ.વ.ર૩) નામના શખ્સે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ બતાવી ગઈ તા.ર૬-ર-૧૯ની રાત્રે તે સગીરાને પોતાના મોટરસાયકલ પર બેસાડી દઈ તેણીનું અપહરણ કર્યું હતું.

આ સગીરા અન્ય ગામમાં વસવાટ કરતી હતી. ત્યારે તેણીના ઘર પાસેથી ટેમ્પો લઈને જતા આવતા રહેતા સાગર ખોડાભાઈએ તેણી સાથે પરિચય કેળવ્યા પછી એક મોબાઈલ લઈ આપ્યો હતો અને તે પછી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ સગીરાને રાજકોટથી ચોટીલા લઈ ગયા પછી ત્યાં રાત્રિ રોકાણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય ગુજાર્યું હતું.

ઉપરોકત ફરિયાદ જે તે વખતે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આઈપીસી ૩૭૬ (ર) (આઈ) (એન) તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૨ હેઠળના ગુન્હામાં આરોપીને સંયુક્ત રીતે ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે આઈપીસી ૩૨૩ના ગુન્હામાં એક વર્ષની કેદ, રૂ.૧ હજારનો દંડ, આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, રૂ.ર હજારનો દંડ, આઈપીસી ૩૬૬ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખ વળતર ચૂકવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh