Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૯: જામનગરના દરેડ પંથકમાંથી ચારેક વર્ષ પહેલાં એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર નજીકના દરેડમાં રહેતા એક પરિવારની સગીર વયની તરૂણીને સંજય ઉર્ફે રાહુલ પરસોત્તમ પરમાર નામનો શખ્સ લગ્નની લાલચ આપી નસાડી ગયાની તા.૨૭-ર-રરના દિને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આ સગીરાને જુનાગઢ તેમજ મોરબીના તીથવા ગામ અને જામનગરના ભક્તિનગરમાં લઈ જઈ શારીરિક શોષણ કરાયાનું ખૂલતા આઈપીસી તથા પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી સંજય ઉર્ફે રાહુલ પરસોત્તમ પરમારનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનીતા રામવાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial