Advertisement
Author: નોબત સમાચાર

વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ સંપન્ન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની વિવિધ શાળાઓના સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું અધ્યક્ષના સ્વવિવેક ભંડોળમાંથી પુરસ્કાર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવનાર દેવાંશી દિપકભાઈ પાગડાને રૂ. ૧૬,ર૦૦ નો રોકડ પુરસ્કાર, ધો. ૮ ની 'એનએમએમએસ' પરીક્ષામાં સારો દેખાવ કરનાર પ૩ વિદ્યાર્થીઓને ટકાવારી પ્રમાણે રૂ. પ૧૦૦, ૩૧૦૦, ર૧૦૦, ૧૧૦૦ ના રોકડ પુરસ્કાર, ધો. પાંચની સીઈટી પરીક્ષામાં સારો દેખાવ કરનાર ૧ર૧ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કીટ, ખેલ મહાકુંભમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનારા ર૬ વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્યોને મોમેન્ટો તેમજ એસબીઆઈ દ્વારા માતા-પિતા અથવા બન્ને હયાત ન હોય તેવા ૯૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, ઉપાધ્યક્ષ દિનેશભાઈ દેસાઈ, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મનિષભાઈ કનખરા, પ્રજ્ઞાબા સોઢા, મનિષાબેન બાબરીયા, મૂકેશભાઈ વસોયા, સંજયભાઈ દાઉદીયા, બીમલભાઈ સોનછાત્રા, રઉફભાઈ, રામભાઈ કુંભારવડીયા, સમિતિના સભ્યો, શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા, મહાસંઘના પ્રમુખ મોતિબેન કારિયાના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ, આભારવિધિ મનિષભાઈ કનખરાએ કરી હતી. કે.નિ. રાજુભાઈ દવે, હરેન્દ્રભાઈ હાડા, નવિનભાઈ નંદા, ભારતીબેન ભેડા, હિનલબેન નકુમ તથા સ્ટાફે જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh