Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોન ટેપિંગ, રેકોર્ડિંગ અને કાયદાની મર્યાદા શું કહે છે?
જ્યાં સંબંધ હોય છે ત્યાં વિશ્વાસ હોવો જોઈએ પરંતુ જ્યાં શંકા ઘૂસે છે, ત્યાં સ્માર્ટફોન શસ્ત્ર બની જાય છે. આપણે જેના પર વિશ્વાસ કરીએ છીએ, એની જ વાતો આપણે છૂપાઈને રેકોર્ડ કરીએ છીએ. જ્યારે ટેકનોલોજી વિશ્વાસને તોડવા લાગે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે તમારા જીવનના સૌથી અંગત પળો ખરેખર તમારા જ છે કે નહીં? આજે આપણે ચર્ચા કરીશું ફોન ટેપિંગ, ઓડિયો/વિડિયો રેકોર્ડિંગ અને વ્યક્તિગત ગોપનીયતાના કાનૂની હક્ક વિશે.
ફોન ટેપિંગ ગુપ્ત ગૂંથણ કે ગેરકાયદેસર દખલ?
ફોન ટેપિંગ એટલે બીજાની મંજુરી વિના તેનું સંવાદ (કોલ, ઓડિયો કે વીડિયો) રેકોર્ડ કરવો. જો સરકાર એ પગલું ઉઠાવે છે તો તેના પાછળ કાયદાકીય પ્રક્રિયા હોવી આવશ્યક છે. પણ એક સામાન્ય નાગરિક માટે બીજાના જીવનમાં આવી દખલદાજી ઘનિષ્ઠ ગોપનીયતાનો ભંગ છે.
ગોપનીયતાનો હક્ક બંધારણસંમત રક્ષણ
ભારતના બંધારણનો અનુચ્છેદ ૨૧ દરેક નાગરિકને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો હક્ક આપે છે. વર્ષ ૨૦૧૭ના પુટ્ટસ્વામી ચુકાદામાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહૃાું હતું કે ગોપનીયતા એ બંધારણસંમત અધિકાર છે. એટલે તમારી મંજુરી વગર તમારા જીવનના કોઈ પણ અંગમાં દખલ કરવી એ બંધારણ વિરૂદ્ધ છે.
ટેલિફોન ટેપિંગ અંગેના કાયદાઓ અને નવા ગુનાહિત કાયદાનો અમલ
ફોન ટેપિંગ માટે સરકાર દ્વારા ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ૧૮૮૫ની કલમ ૫(૨) હેઠળ ખાસ પરવાનગી આપવામાં આવી શકે છે પણ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો-વ્યવસ્થાની જાળવણી કે ગંભીર ગુનાખોરીના સંજોગોમાં. સામાન્ય નાગરિક માટે આ હક નથી.
હવે, જૂના ગુનાહિત કાયદાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (બીએનએસ), ભારતીય સાક્ષ્ય સંહિતા, ૨૦૨૩ અને ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા, ૨૦૨૩ અમલમાં આવ્યા છે.
(૧) જો કોઈ તમારા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ટેપિંગ કરે, તો નવા કાયદાના ધારા ૩૫૬ (ગોપનીયતા ભંગ), ૩૫૪ (સાઇબર સ્ટોકિંગ), ૩૩૮ (માનહાનિ) લાગુ પડે છે.
(૨) એટલું જ નહીં, માહિતી ટેકનોલોજી અધિનિયમ, ૨૦૦૦ની કલમ ૬૬ઈ (અનઅધિકૃત રેકોર્ડિંગ), કલમ ૭૨ (વ્યક્તિગત માહિતીનો દુરૂપયોગ) પણ લાગુ પડે છે.
અંગત સંબંધોમાં ટેપિંગ શંકાની આડમાં કાયદાનો ભંગ
લગ્નિતો, પ્રેમી-પ્રેમિકા, માતા-પિતા કે મિત્ર કોઈપણ સંબંધમાં બીજાની મંજુરી વિના રેકોર્ડિંગ કરવું એ કાયદેસર ન હોવાનું સ્પષ્ટ છે.
તમે તમારા પતિ/પત્નીની વાતો છૂપાઈને રેકોર્ડ કરો, તો એ રેકોર્ડિંગ માન્ય થશે નહિ અને કોર્ટ એને શંકાની નજરે જોશે.
વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગનું પુરાવાકીય
મૂલ્ય શું છે?
અદાલતોમાં આવું રેકોર્ડિંગ સહાયક પુરાવા (પષ્ટિકારક સાક્ષી) તરીકે જ માન્ય ગણાય છે. તેના આધારે કોઈ વ્યકિતને સજ્જન કે દોષી ઠરાવી શકાય નહિ.
(૧) ફોરેન્સિક તબીબી નિષ્ણાતની સાક્ષી આવશ્યક હોય છે જે કહે કે રેકોર્ડિંગ અસલી છે કે ફેરફાર થયેલંણ છે.
(૨) આવા ઓડિયો/વિડિયો રેકોર્ડિંગના સાક્ષ્ય તરીકે માન્ય થવા માટે, ભારતીય સાક્ષ્ય સંહિતા, ૨૦૨૩ની ધારા ૬૪ મુજબનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) દાખલ કરવું ફરજિયાત છે.
(૩) મોટાભાગના કેસોમાં કોર્ટ કહે છે કે 'આવા રેકોર્ડિંગ્સ એકલાં પુરાવા તરીકે પૂરતા નથી, તેમનું સાથ બીજા પુક્ત પુરાવાઓ સાથે મળીને જ ચુકાદા માટે ઉપયોગી થાય છે.'
અધિકારનો રક્ષણ
લેવા શું કરવું?
(૧) તમારા વિરૂદ્ધ ફોન ટેપિંગ અથવા ગુપ્ત રેકોર્ડિંગ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં આઈ.ટી. એક્ટ તથા મ્દ્ગજી હેઠળ ફરિયાદ નોંધાવવી.
(૨) માનહાનિ માટે સિવિલ અને ક્રિમિનલ બંને કેસ ચલાવી શકાય.
(૩) કોર્ટમાં સ્થાયી પ્રતિબંધના હુકમ માટે અરજી કરી શકાય, જેને પ્રતિબંધક આદેશ કહેવાય છે.
સામાજિક અને નૈતિક ચિંતન ટેકનોલોજી
હાથમાં છે, મનમાં
શસ્ત્ર નથી હોવું જોઈએ
ટેકનોલોજી આપણાં હાથમાં છે પણ નૈતિકતા અને કાયદાની સમજ આપણા મનમાં હોવી જોઈએ.
દરેક વ્યક્તિને પોતાનું વ્યક્તિગત જીવન જીવવાનો અધિકાર છે તમારા જીવનસાથીથી લઈ તમારા નોકરીદાતા સુધી કોઈ પણ માણસની જાણ વગર તેમની વાતો, સંવાદ કે અંગત ક્ષણો રેકોર્ડ કરવી માત્ર શંકાનો ભાવ નહીં, એક દંડનીય ગુનો છે.
શું આપણો સમાજ એટલો નબળો બની ગયો છે કે સંબંધો હવે છૂપાઈને તપાસવામાં આવે છે? શું પ્રેમ અને વિશ્વાસને ટેકનોલોજીના ગજથી જઈ રહૃાા છીએ?
સત્ય એ છે કે, ટેપિંગથી કોઈને સાચું સમજાતું નથી શંકાની ખાઈ ઊંડી થતી જાય છે. વિશ્વાસના સંબંધો માટે વિશ્વાસ જ શ્રેષ્ઠ સાધન છે ટેપિંગ નહીં. કાયદો તમારી રક્ષા કરશે પણ સંબંધોને બચાવવો તમારૃં કાર્ય છે.
ધ્વનિ લાખાણી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial