Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની અદાલતોમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઈવ શરૂ

આ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા પક્ષકારોને અપીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગર જિલ્લા અદાલતોમાં કેસોના ઝડપી નિકાલ સંબંધે મિડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશ્યલ ડ્રાઈવ હેઠળ ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઈવ શરૂ થઈ છે, જેમાં સમાધાનપાત્ર કેસો મૂકીને તેનો સમાધાનકારી ઉકેલ લાવી શકાશે.

જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૧લી જુલાઈથી આવનારા ત્રણ મહિના અંતર્ગત નાલસા તથા એમ.સી.પી.સી., મિડીયેશન ફોર ધ નેશન અન્વયે ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઈવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તમામ કોર્ટમાં પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા માટે આયોજન કરવામાં આવેલ છે, તદૃાનુસાર જામનગર જિલ્લાની અદાલતમાં પડતર કેસોના લાગતા વળગતા તમામ પક્ષકારોને તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય, જેવા કે, લગ્ન જીવનની તકરારોને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, મોકર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરાકના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓમાં જેમાં સુખદ રીતે સમાધાન થાય તે હેતુથી કેસોના ઝડપી નિકાલ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા પક્ષકારોએ જે તે અદાલતમાં રૂબરૂ જઈ મિડીયેશનમાં પોતાનો કેસ મુકાવા અરજી કરી શકે છે, અને લાગતા વળગતા પક્ષકારોએ વહેલામાં વહેલી તકે જે તે અદાલતમાં રૂબરૂ જઈ મિડીયેશન સેન્ટરમાં કેસ મુકવા માટે સંબંધિત અદાલતમાં અરજી કરી કાર્યવાહી કરવી અને મધ્યસ્થીકરણમાં (મિડીયેશન સેન્ટરમાં) મુકાવવાના પ્રયત્નો કરવા જણાવ્યું છે, કેસોના ઝડપી અને સમાધાનકારી ઉકેલ માટે આ એક સુવર્ણ તક છે. સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોનાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મિડીયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યથીકરણથી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટ સંપૂર્ણ સહકાર આપવા જામનગર જિલ્લાની કાનૂની સેવા સત્તામંડળના સચિવ, અને સિવિલ જજની યાદી જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh